AI Video Of Taj Mahal Construction: દુનિયાની સાતમી અજાયબી કેવી રીતે બની? AI એ દરેક ઈંટની અનોખી વાર્તા ઊજાગર કરી
AI Video Of Taj Mahal Construction: આજના ટેકનોલોજીના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નવી નવી કરામતો કરી રહ્યું છે. તાજેતરમાં AI દ્વારા બનાવાયેલા એક વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે, જે તાજમહેલ સહિત વિશ્વની અજાયબીઓના નિર્માણની શ્રેણીબદ્ધ પ્રક્રિયાને જીવંત બનાવે છે.
AI કેવી રીતે બતાવે છે ઈતિહાસ?
AI ની ડિજિટલ રિક્રિએશન ટેકનોલોજી દ્વારા બનાવાયેલા આ વીડિયોમાં તાજમહેલ, ગીઝાના પિરામિડ, ચીનની મહાન દિવાલ, કોલોસીયમ, પેટ્રા, માચુ પિચ્ચુ અને ક્રાઈસ્ટ ધ રિડીમર જેવા ઐતિહાસિક સ્મારકોની રચનાની પ્રક્રીયા દર્શાવવામાં આવી છે. AI ની મદદથી ઈમારતોના પાયા નાખતા મજૂરો, તેમના ધીમે ધીમે ઉછેરતા માળ અને આખા નિર્માણને જોઈ શકાય છે.
લોકોની પ્રતિક્રિયા અને વાયરલ સફળતા
આ વીડિયો સોશિયલ મીડિયા પર લાખો લોકો દ્વારા જોવાયો છે. લોકો “અદભૂત!”, “અવિશ્વસનીય!” અને “ઈતિહાસ જીવંત!” જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “AI દ્વારા ઇતિહાસને સાકાર બનતા જોવો એક નવતર અનુભવ છે!”
View this post on Instagram
AI અને ભવિષ્ય
AI ની મદદથી ભવિષ્યમાં પ્રાચીન સંસ્કૃતિઓને પુનઃસર્જી કરી શકાય છે. પ્રવાસન ઉદ્યોગ માટે પણ આ ટેકનોલોજી ભવિષ્યમાં ક્રાંતિ લાવી શકે છે. આ વિડિયો સાબિત કરે છે કે ટેકનોલોજી માત્ર ભવિષ્ય માટે નહીં, પણ ભૂતકાળને જીવંત બનાવવામાં પણ અગ્રેસર બની શકે!