Kids Turn Trash into Music: ઘરના કચરાથી બાળકોએ બનાવ્યા સંગીત વાદ્યો, તેમની ધમાકેદાર પરફોર્મન્સ જોઈને લોકો દંગ!
Kids Turn Trash into Music: કોલકાતા ઇન્ટરનેશનલ ડ્રમ ફેસ્ટિવલ 2025 માં બાળકોના એક જૂથ દ્વારા અપાયેલ એક અનોખું પ્રદર્શન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ બાળકો સ્ટેજ પર બંગાળી બાળગીતો ગાતા જોવા મળ્યા, સાથે સાથે તેઓએ ઘરના કચરામાંથી બનાવેલા સંગીતનાં સાધનો વગાડ્યા, જે લોકો માટે આશ્ચર્યજનક હતું.
આ પ્રભાવશાળી વીડિયો મેઘદૂત રોય ચૌધરી (@meghdutroychowdhury) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું છે, “સ્થાનિક સમુદાયના બાળકો બંગાળી નર્સરી રાઇમ્સ ગાઈ રહ્યા છે અને રિસાયકલ કરેલા સાધનો વડે સંગીતની માધુરી રચી રહ્યા છે.”
આ જૂથ પ્રખ્યાત સંગીતકાર સંજય મંડલ દ્વારા તાલીમ પામ્યું છે. તેમને ઓળખતા કેટલાક લોકોએ ટિપ્પણી કરી કે સંજય મંડલ અને તેમની ટીમ વર્ષો થી આર્ટ અને મ્યુઝિક સાથે જોડાયેલા છે. “તેમણે ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ અને ઝી બાંગ્લા સા રે ગા મા પા પર પણ શાનદાર પ્રદર્શન આપ્યું છે,” એક યુઝરે ઉમેર્યું.
View this post on Instagram
વિડિઓ જોઈને નેટીઝન્સ તેમની પ્રતિભાથી મંત્રમુગ્ધ થઈ ગયા. એક યુઝરે કહ્યું, “આ છે ખરું બંગાળ, જ્યાં કલા અને સંગીત જીવંત છે.”
આ પ્રદર્શન સાબિત કરે છે કે સંગીત માટે માત્ર જુસ્સો અને સર્જનાત્મકતા હોવી જોઈએ, સાધનો તો કચરામાંથી પણ મળી શકે!