Can You Solve This Puzzle: આ સરળ ગણિતનો કોયડો, પણ ઉકેલવા બેઠાં તો બધા વિચારતા રહી ગયા! તમે 10 સેકન્ડમાં જવાબ શોધી શકશો?
Can You Solve This Puzzle: અજાણ્યા સૂત્રો અને હિસાબી ચાલાકીઓથી ભરેલો ગણિતનો એક અનોખો કોયડો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. શું તમે 10 સેકન્ડમાં તેનો ઉકેલ લાવી શકો?
કોઈક ક્વિઝ આપણી યાદશક્તિ માટે ફાયદાકારક હોય છે, તો કોઈક તર્કશક્તિ માટે. જૂના સમયમાં લોકો પોતાના મગજને તેજ રાખવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવતા. ક્યારેક મેદાનમાં રમતો રમતા, તો ક્યારેક માનસિક કસરત કરવાથી તેઓ બુદ્ધિ વિકસાવતા. આજે પણ આવા જ કેટલાક કોયડાઓ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં લોકો પોતાની તર્કશક્તિ અજમાવે છે.
તાજેતરમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક ગણિત કોયડો લોકો માટે ચેલેન્જ બની ગયો છે.
પ્રશ્ન:
3 + 5 = 24
4 + 6 = 40
5 + 7 = 60
9 + 7 = ??
if You Smart in MATH ✍️
Solve ✍️❓ pic.twitter.com/rhQKipObNI— Brainy quiz (@brainyquiz_) March 16, 2025
આ કોયડાનો ઉકેલ ખોજતી વખતે લોકોના દિમાગના ઘોડા દોડવા લાગી ગયા છે. જો તમારે સાચો જવાબ શોધવો હોય, તો તમારે ચતુરાઈથી તેના પેટર્નને સમજીને ઉકેલવું પડશે.
જવાબ:
(3+5) × 3 = 24
(4+6) × 4 = 40
(5+7) × 5 = 60
(9+7) × 9 = 144
શું તમે સાચો જવાબ શોધી શક્યા? આવી વધુ મજેદાર કોયડાઓ માટે તૈયારી રાખો!