Strange Scene at Car Service Center: કારમાંથી આવી રહ્યો હતો અજીબ અવાજ, માલિકે સર્વિસ સેન્ટર લઈ જતા જે જોયું તે અવિશ્વસનીય!
Strange Scene at Car Service Center: ઘર અથવા ગાડીની સફાઈ દરમિયાન ઘણીવાર એવી ચીજો સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે. ઘણી વખત આપણે કોઇપણ વસ્તુની અંદર શું છે એ જાણ્યા વિના જ તેને ગોઠવી દઈએ છીએ, અને સમય જતાં એ વાત ભુલાઈ પણ જતી હોય છે. આવું જ એક વિચિત્ર કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
એક વ્યક્તિ પોતાની ગાડીમાં અજીબ અવાજ આવતો હોવાની ફરિયાદ સાથે સર્વિસ સેન્ટર પહોંચ્યો. ગાડી તપાસવા માટે મિકેનિકે તેનું હૂડ ખોલ્યું, અને ત્યાં જે દેખાયું, તે જોઈને બધા ચોંકી ગયા.
ગાડીના એન્જિન વિભાગમાં એક વિશાળ ઉંદર વસવાટ કરી રહ્યો હતો! મિકેનિક હૂડ ખોલતા જ ઉંદર તરત જ બહાર નીકળી દોડવા લાગ્યો. તેને જોઈને ત્યાં હાજર લોકો અચંબિત થઈ ગયા. આ ઉંદર સામાન્ય ઉંદર કરતાં ઘણો મોટો હતો, જેને જોઈને કોઈ પણ ચોંકી જાય. સત્ય તો એ છે કે કારના માલિકે પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે તેની ગાડીના એન્જિનમાં આવી કોઈ જીવંત વસ્તુ વસવાટ કરશે.
View this post on Instagram
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘mbtech876’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી 70 લાખથી વધુ લોકોએ જો્યો છે અને 72 હજારથી વધુ લાઈક મળી ચૂક્યા છે. કોમેન્ટમાં લોકો મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, “હે ભગવાન! ગાડીમાં હોર્સપાવર નહીં પણ કંઈક બીજું જ હતું!” તો બીજા યુઝરે મજાકમાં કહ્યું, “આ ઉંદર તો ગાડીનો માલિક બની ગયો હતો!”
આ ઘટના સાબિત કરે છે કે જ્યારે પણ ગાડીમાંથી અજાણ્યા અવાજ આવે, ત્યારે એકવાર અંદર જોવી જરૂરિયાત છે – કેમ કે તમે ક્યારેય નહીં જાણો કે અંદર શું હોઈ શકે!