Gujarat ગુજરાતમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી ફરી પેટા ચૂંટણી? વિસાવદર અને કડીની સીટ માટે પેટા ચૂંટણી જાહેર થશે….?
Gujarat ગુજરાતમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી ફરી પેટા ચૂંટણીની જાહેરાત થાય તો સૌથી મોટી પરીક્ષા કોંગ્રેસની થશે, કારણ હાલ માં રાહુલ ગાંધી અને કોગ્રેંસ મોટા નેતા ગુજરાતમાં આવ્યા હતા કોંગ્રેસ એક કરતાં અનેક છે. હાલમાં ગુજરાતમાં બે સીટ પર ફરી પેટા ચૂંટણી યોજાઈ શકે છે? ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઇ કોર્ટમાં 2022ના ચૂંટણી પરિણામને પડકારતી અરજી પરત લીધી હતી. 2022માં આ સીટ પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેમણે રાજીનામું ધરી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
કોર્ટમાં કેસ હોવાથી વિસાવદર સીટ પર પેટા ચૂંટણી થઈ નહોતી. રિબડીયાએ પીટિશન પરત લેતા ચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. જુલાઈના અંતમાં વિસાવદર સીટ પર પેટા ચૂંટણી થઈ શકે છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલની સીટ રહેલી વિસાવદરમાં પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે.
ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી વિસાવદર બાદ કડીની સીટ પણ ખાલી છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું ગત મહિને નિધન થયું હતું. આ બંને સીટ માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ બંને સીટ પર પેટા ચૂંટણી માટે શું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય છે કે નહીં તેના પર નજર રહેશે. 2022 વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થયો હતો. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું હતું અને આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમ બંનેએ વિસાવદર અને કડી બેઠક પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા