Weight Loss: વજન ઘટાડતી વખતે કયા ફળો ટાળવા જોઈએ? જાણો નિષ્ણાતની સલાહ
Weight Loss: ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ વજન ઘટાડતી વખતે અમુક ફળોનું વધુ પડતું સેવન તમારા પ્રયત્નોમાં અવરોધ લાવી શકે છે. તેમાં કેલરી અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે વજન વધવાનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા દરમિયાન કયા ફળો ઓછા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ?
1. કેળા
કેળા એક ઉર્જા આપતું ફળ છે, પરંતુ તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જો તમે કેલરીની ઉણપવાળા આહાર પર છો, તો તેનું સેવન મર્યાદિત કરો. તેના બદલે તમે સફરજન, નારંગી અથવા પપૈયા જેવા ફળો ખાઈ શકો છો.
2. કેરી
કેરી સ્વાદિષ્ટ હોય છે, પણ તેમાં ખાંડનું પ્રમાણ ઘણું હોય છે. એક મધ્યમ કદની કેરી લગભગ ૧૫૦ કેલરી પૂરી પાડે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો કેરીનું સેવન મર્યાદિત કરો.
3. દ્રાક્ષ
દ્રાક્ષ દેખાવમાં નાની હોય છે, પણ તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. 100 ગ્રામ દ્રાક્ષમાં આશરે 70 કેલરી હોય છે. વજન ઘટાડતી વખતે તેનું સેવન ઓછું કરો અને તેના બદલે નાશપતી ખાઓ.
4. ચેરી
ચેરીમાં પણ ખાંડનું પ્રમાણ વધુ હોય છે. વજન ઘટાડતી વખતે તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેના બદલે તમે સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી જેવા ફળો ખાઈ શકો છો.
5. ખજૂર
ખજૂરમાં ખાંડ અને કેલરી ખૂબ વધારે હોય છે. તેને વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે, તેથી તેને વજન ઘટાડવાના આહારમાં સામેલ ન કરો.
આ ફળોને ટાળીને તમે તમારા વજન ઘટાડવાની પ્રક્રિયામાં સુધારો કરી શકો છો.