Australia: ચીની નૌકાદળના અભ્યાસથી ઑસ્ટ્રેલિયામાં ચિંતા વધી, એવિએશન કંપનીઓને આપ્યો સાવધાન રહેવાનો સંદેશ
Australia: ચીનના નૌકાદળના યુદ્ધ જહાજો હાલમાં તાસ્માન સમુદ્રમાં કવાયત ચલાવી રહ્યા છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા એલર્ટ પર છે. આ કવાયતને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને હવાઈ ક્ષેત્રમાં સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે. ખાસ કરીને, ઓસ્ટ્રેલિયન એરપોર્ટ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરતી કંપનીઓને આ લશ્કરી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે.
Australia: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી, પેની વોંગ એ શુક્રવારે આ સંદર્ભમાં માહિતી આપી. તેમણે કહ્યું કે એરસર્વિસિસ ઓસ્ટ્રેલિયાએ પાઇલટ્સને ચેતવણી આપી હતી કે ત્રણ ચીની યુદ્ધ જહાજો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી નજીક કવાયત કરી રહ્યા છે, જેના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.
BREAKING: Australia warned airlines flying between Australian airports and New Zealand to beware of Chinese warships conducting a live-fire exercise in the Tasman Sea, Foreign Minister Penny Wong said https://t.co/Od2zbzhPZj
— The Associated Press (@AP) February 21, 2025
આ અંગે, ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય પાઇલોટ્સ એસોસિએશનના ઉપપ્રમુખ કેપ્ટન સ્ટીવ કોર્નેલે કહ્યું, “વિશ્વના આ ભાગમાં ચીની યુદ્ધ જહાજોનું હાજર રહેવું સામાન્ય નથી. લશ્કરી કવાયતો, રોકેટ લોન્ચ, અવકાશ કાટમાળ અથવા જ્વાળામુખી ફાટી નીકળવા જેવી ઘટનાઓથી પાઇલોટ્સ સંભવિત અવરોધોનો સામનો કરે છે.”
ઓસ્ટ્રેલિયાએ ખાતરી કરી છે કે એરલાઇન્સ પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ છે અને હવાઈ સલામતી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લે છે.