Gujarat: ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ
2050માં ક્યાં હોવું જોઈએ? છે કોઈ વિચારનારા?
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2025
Gujarat બપોર પછી ગુજરાતનું આર્થિક અને સામાજિક ભવિષ્ય બનાવનાુૂં અંદાજપત્ર ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે. તેની ચર્ચા થશે અને કોઈ સુધારા વગર જે પસાર પણ થઈ જશે. લોકોમાં વાહવાહ થાય એવી બે ચાર યોજનાઓ નાણાં પ્રધાન મૂકીને સસ્તિ પ્રસિદ્ધિ મેળવી લેશે. પણ, ગુજરાતના કેવા રાજનેતા છે કે, બજેટ અને ચૂંટણી સિવાય બીજું કશું વિચારતું હોય? આવું કોઈ નથી. રાજનીતિમાં અત્યંત કુશળ વ્યક્તિ ગુજરાતમાં નથી. સાવ સામાન્ય કક્ષાના નેતાઓથી કામ ચલાવવું પડે છે. સારા નેતાઓ તૈયાર કરવા પડશે. વૃદ્ધોને બદલે યુવાન નેતૃત્વ પેદા કરવું પડશે. આપણને શ્રેષ્ઠ નેતાને બદલે માત્ર રાજકારણી જ મળ્યા છે.
ક્રાંતિ
રિવોલ્યુશન ફ્રોમ ગુજરાત, ગાંધી પછી હવે સૌથી વધારે જરૂર છે. હાલના ગુજરાતમાં સમાન્ય લોકો માટે પરિવર્તન કરી શકે એવી આશાનું કિરણ જગાડનારું કોઈ નથી.
પ્રજા પ્રથમ
નાગરિક ચળવળ દાબી દેવાય છે કાંતો ખરીદી લેવાય છે. અલગતાવાદી જૂથો ઉભા કરાય છે તે દૂર કરવા પડશે. આર્થિક નહીં પણ કલ્યાણકારી રાજ્ય બનાવવું પડશે. ધાર્મિક મૂલ્યો નહીં પણ માનવીય મૂલ્યોનું ગુજરાત બનાવવું પડશે.
પ્રજાનું ગુજરાત
લોકો શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકે એવું ગુજરાત હોવું જોઈએ. લોકોની જરૂરિયાતોની નવી વ્યાખ્યા અને વ્યવસ્થા બનાવવી પડશે. હવે પછી 10 વર્ષમાં લોકો શહેર છોડીને ફરી નાના શહેરો કે ચોખ્ખી હવા ધરાવતાં ગામડાઓમાં કે જંગલોમાં જવાના છે, તેના માટે નવેસરથી વિચારવું પડશે. સાહસિક, પ્રજાશક્તિ અને શક્તિશાળી નેતૃત્વ પેદા કરવા પક્ષોને ફરજ પાડવી પડશે. સમૃદ્ધ સાંસ્કૃતિ મૂલ્યો, બધાને કામ, ઉચ્ચ જીવનધોરણમાં વિશ્વથી આગળ હોય એવું ગુજરાત હોવું જોઈએ.
આપણામાં શું ખામી છે.
50 વર્ષમાં કેટલું પરિવર્તન આવ્યું છે, તેની સમિક્ષા કરીને હવે પછીના 50 વર્ષના ગુજરાત માટે આયોજન કરવા પડશે. ગુજરાતના લોકોની ગણતરી શ્રેષ્ઠ લોકોમાં થતી હતી, હવે તેમાં પતન શરૂ થયું છે, તબિબો, ટેકનોક્રેટો, માનવીય મૂલ્યો, જાહેર જીવન, વેપાર, એકબીજા પ્રત્યેઆદર આપણી ગુમાવી રહ્યાં છીએ.
ચૂંટણી સુધારા
લોકશાહીને પ્રગતિ માટે જેને ચૂંટીએ છીએ તેણે ભવિષ્ય માટે કામ કરવું પડશે. ગુજરાત ચૂંટણી પંચ માટેના કાયદાઓમાં સુધારા કરવા પડશે. નેતાઓની લાયકાત નક્કી કરવી પડશે. માત્ર ચૂંટણીઓથી જ લોકશાહીનો હેતુ સિદ્ધ થતો નથી. તેથી લોકોને મત આપવા અને મત બનાવવા કેળવવા પડશે. ઈવીએમ દૂર કરીને બેટેલથી ચૂંટણી કરવી પડશે.
જીવન
લોકોના અંગત જીવનમાં આવતાં આર્થિક પછાતપણાનો ભય રાખ્યા વગર દૂરંદેશીપૂર્વક આગળ વધવું પડશે. વિશાળ દૃષ્ટિકોણ રાખીને આગળ વધવું પડશે. ઉચ્ચ જીવનધોરણ, શિક્ષણ, આરોગ્ય અંગે નવા ક્ષેત્રો વિકસાવવા પડશે. કલ્યાણકારી પગલાંને કારણે જ યુરોપના દેશો ગુજરાત કરતાં આગળ છે. સમાનતા અને અધિકાર – કરતાં ભાઈચારો સૌથી મહત્ત્વનો છે. જેમાં તમામ લોકો એક સરખા છે. ચોક્કસ સમયગાળા બાદ પ્રજાના મત ઉપર વિજય મેળવી શકાશે.
વિકાસ માટે લેવાયેલાં દરેક પગલાં સામાન્ય પ્રજામાં પ્રિય ન હતાં. અલગ ભવિષ્યનું સપનું જોયું અને પરિવર્તન કર્યાં છે.
જ્ઞાતી ધર્મ નહીં માનવતા
શાસનપદ્ધતિ લોકશાહીની છે અને ધર્મ અને જાતિવાદની તરફેણ થાય છે. આ બાબત લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત ભાઈચારાની તદ્દન વિરુદ્ધ છે. ધર્મ, ભાષા, જાતિ, ગોત્ર, જ્ઞાતિ કે પછી અન્ય વર્ગભેદ દ્વારા ભાગલા બંધ કરવા પડશે. આ બધી જ બાબતો લોકશાહીના આદર્શ ભાઈચારાના વિરોધી છે. બીજાને જાતિના ખાનામાં મૂકીને ખુદને સુખી સમજે છે.
રાજકારણીઓ જાતિ અને ધર્મને આધારે રમત રમે છે. લોકોનો સામાન્ય વ્યવહાર પણ તેને આધારે જ ચાલે છે, તે બંધ કરવો પડશે. સરકારોએ સત્તાવાર રીતે પ્રજાની અટક જ્ઞાતિના બદલે દાદાના નામની જાહેર કરવી પડશે.
નેતા નહીં
આપણા રાજકારણીઓ આમ કરશે નહીં, તેઓ આ બાબત સમજવા પણ તૈયાર નથી, કે તેઓ ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ તેના અંગે પણ વિચારવા તૈયાર નથી.
ભવિષ્ય
કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા તેયારે તેમણે ગુજરાતનું 10 વર્ષનો વિકાસ પ્લાન જાહેર કર્યો હતો. તેમને સત્તા પરથી ફેંદી દઈને આ પ્લાન અભેરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો છે.
હવે પછી 5 વર્ષની યોજના, 10 વર્ષના ગુજરાતની યોજના 20 કે 25 વર્ષની અને 50 વર્ષ પછીનું ગુજરાત કેવું જોવું જોઈએ તેનો વિકાસ પ્લાન બનાવવવો પડશે. સરકારને આપણે ફરજ પાડવી જોઈએ.
તેને માટે બુદ્ધિશાળી લોકોની નહીં પણ સામાન્ય લોકો સુંદર ગુજરાત બનાવવા માટે સમર્પિત કરવા પડશે.
ફરીથી વિચારીને કલ્પના કરી ન હોય એવું ગુજરાત બનાવવા માટે સક્રિય થવું પડશે.