સ્ત્રી ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે.કોઈ કામ અઘરું નથી હોતું” આત્મવિશ્વાસ છલકાવતું આવુ વિધાન માત્ર બોલવું અને આ પ્રમાણે કૈંક અસાધારણ કરી બતાવવું એ બે માં ઘણું અંતર છે.ભરૂચ જેવા નાના શહેર માંથી ઊંચી ઉડાન ભરી બોલિવૂડ માં પર્દાપણ કરનાર ખુશ્બૂ સિદ્ધિવાલા દ્વારા બોલાયેલા આ વાક્ય પ્રમાણે તેણે કરી બતાવ્યું છે. ભરૂચવાસીઓ ને જાણી ને આનંદ થશે કે ભરૂચની ખુશ્બુ સિદ્ધિવાલા આગામી વર્ષ માં રિલીઝ થનાર “લાઈફ નહીં હૈ લડ્ડુ” ફિલ્મ માં મહત્વ નો કિરદાર નિભાવી રહી છે.
ભરૂચ ના કસક વિસ્તાર માં રહેતી ખુશ્બૂ સિદ્ધિવાલા ઘણા લાંબા સમય થી ફિલ્મમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ સાબિત કરવા સંઘર્ષ કરી રહી હતી અને યોગ્ય તક ની રાહ જોઈ રહી હતી. અને આખરે એ સમય આવી જતા હવે ભરૂચ ના લોકો માટે પણ ગૌરવ લેવાનો સમય આવ્યો છે. પોતાની મમ્મી ની બર્થ ડે સેલિબ્રેટ કરવા મુંબઇ થી ભરૂચ આવેલી ખુશ્બૂ સિદ્ધિવાલા સાથે થયેલી એક મુલાકાત માં તેણે પોતાની ફિલ્મી સફર અને સપનાઓ વિશે મુક્તમને વાત કરી હતી. લંડન સ્કૂલ ઓફ મોડેલિંગ માં તાલીમ લેનાર ખુશ્બુ એ તેમણે કરેલી એક યાદગાર એડ ફિલ્મ વિશે તેમણે વાત માંડતા કહ્યું હતું કે થોડા દિવસો પહેલા યોજાયેલ પ્રો કબબડી ની એડ માં તેમણે ફાયર ફાયટર નો રોલ કર્યો હતો.
આ રોલ માં સૌથી પડકારજનક બાબત એ હતી કે સ્ત્રી ફાયર ફાઈટર તરીકે તેમણે આગ માં ફસાયેલા ૪૦ કિલો ના બાળક ને બચાવવા નો હોય છે નય કે ખાલી બચાવવા નો બાળક ને આગ ની ઝપેટ માંથી બચાવવા તેને ઉંચકી ને દોડવાનું પણ હતું. ૪૦ કિલો ના બાળક ને ઊંચકી ને દોડવું એ એક સ્ત્રી માટે અઘરું કામ હોય છે પણ સ્ત્રી ગમે તે કરી શકે છે તેવી મક્કમ વિચાર ધરાવતા ખુશ્બૂ સિદ્ધિવાલા એ પોતાનો આ રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો હતો. આ વાત સાથે તેમણે પોતાના સ્કૂલ ટાઈમ ને પણ યાદ કરી લઇ કહ્યું હતું કે જી એન એફ સી સ્કૂલ માં તેવો તેમની ટિમ ના કેપ્ટન હતા. અને સ્પોર્ટ્સ માં પહેલે થી જ રસ ધરાવતા હતા.
મોડેલિંગ અને એકટિંગ ક્ષેત્ર કેમ પસંદ કર્યું તેવા સવાલ ના જવાબ માં તેમણે જણાવ્યું હતું કે તેવો જ્યારે સ્કોટલેન્ડ માં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં યોજાયેલા ફેશન શો માં પોતાનું વજન વધારે હોવાથી જાડા શરીર ધરાવતી યુવતી ની કેટેગરી માં ભાગ લીધો હતો.પણ સહેજ પણ સંકોચ વિના રેમ્પ વૉક કરતા દર્શકો ના દિલ જીતી લીધા હતા ત્યારબાદ તેને ઘણી શુભેચ્છા ઓ અને પ્રોત્સાહન મળતા પોતાનો વિશ્વાસ બેવડાતાં પોતે આજ ક્ષેત્રે આગળ વધવા નું મન મનાવી લીધું હતું.અને માત્ર એક જ મહિના માં ૧૬ કિલો જેટલું વજન ઉતારી દીધુ હતું. ફિટનેસ અંગે ખુશ્બુ એ કહ્યું હતું કે ફિટનેસ ને સાઈઝ કે ફિગર સાથે ના જોડવી જોઈએ ફિટનેસ એટલે કામ કરવાની ક્ષમતા અને તેની તૈયારી તેમજ આકર્ષતા અને શરીર ની સુંદરતા એ ફિટનેસ છે . અને એટલે આજે પણ દિવસ ના ૩ કલાક જેટલો સમય ખુશ્બુ કસરત પાછળ કાઢે છે.
પોતાની આગામી ફીલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આગામી વર્ષે માર્ચ ની આસપાસ તેની ફિલ્મ ” લાઈફ નહીં હૈ લડ્ડુ” રિલીઝ થનાર છે જેને લઈને તે બહુ ઉત્સાહિત છે. જો કે ફિલ્મ ની કહાની અંગે સસ્પેન્સ રાખ્યું હતું. પણ આછી વાત કરતા કહ્યું હતું કે જિંદગી આસાન નથી ઘણા લોકો સંઘર્ષ કરી જીવન માં કૈક પ્રાપ્ત કરે છે ફિલ્મ ની સ્ટોરી પણ આ બાબતો ની આસપાસ છે. અને પોતે બીજી પણ કેટલીક ફિલ્મો પર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
તેમણે પોતાના ડ્રિમ રોલ વિશે કહ્યું હતુઁ કે પોતે વુમન એમ્પાવરમેન્ટ ને દર્શાવતો મેરી કોમ જેવો રોલ કરવો છે. સાથે સલમાન ખાન અને રણબીર કપુર સાથે ફિલ્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નાના શહેરો માં ફિલ્મ ક્ષેત્રે આવનાર યુવાન યુવતીઓને સંદેશ આપતા ખુશ્બૂ એ કહ્યું હતું કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી જો મહેનત કરવામાં આવશે તો તેનું ચોક્કસ સુખદ પરિણામ મળશે.
પણ આ ઇન્ડસ્ટ્રી માં તાત્કાલિક કાંઈ નથી મળી જતું કૈક સારું મેળવવા માટે ધીરજ રાખવી પણ જરૂરી છે. અને આવનારા દિવસો માં ભરૂચ નું ગૌરવ વધે અને ભરૂચ વાસી ગર્વ લઇ શકે તેવો મુકામ હાંસિલ કરવા હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવુ ખુશ્બૂ એ જણાવ્યું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.