જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 19ના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપતા મનપામાં ખડભડાટ મચી ગયો છે. સવિતા પરમારના રાજીનામાથી કોંગ્રેસમાં કકડાટ ફેલાયો છે. કોર્પોરેટરના મત વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યુ છે. સવિતા પરમારે પ્રદેશ કોંગ્રેસને રાજીનામું સોપી દીધુ છે. કોંગી મહિલા નગરસેવકના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનિય છે કે મનપાની ચૂંટણીને આડે એક મહીનો છે. ચૂંટણીના એક મહિના પહેલા જ રાજીનામુ આપતા કોંગ્રેસીઓમાં ચર્ચામાં ગરમી જોવા મળી છે.
