Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન
Acharya Satyendra Das ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે નિધન થયું. તેમની સારવાર લખનૌમાં ચાલી રહી હતી.
Acharya Satyendra Das ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. મગજમાં હેમરેજ થયા બાદ, તેમની લખનૌના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલ દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતેન્દ્ર દાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસે ૮૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસ ૩ ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા.
‘બ્રેઈન સ્ટ્રોક’ને કારણે સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI) માં દાખલ કરાયેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર-અયોધ્યાના મુખ્ય પૂજારીએ PGI માં અંતિમ શ્વાસ લીધા. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસ (85) ને બ્રેઈન સ્ટ્રોકના કારણે તબિયત લથડતા 3 ફેબ્રુઆરીએ લખનૌના સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI) માં દાખલ કરવામાં આવ્યા હતા.
SGPGI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘શ્રી સત્યેન્દ્ર દાસજીને સ્ટ્રોક આવ્યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા અને હાલમાં ન્યુરોલોજી આઈસીયુમાં દાખલ હતા, પીજીઆઈ વહીવટીતંત્રના અધિકારી પીઆરઓએ જણાવ્યું હતું કે તેમણે સવારે પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.