Suryakumar Yadav અશ્વિને સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ પર પ્રશ્નો ઉઠાવ્યા, બેટિંગ પર કામ કરવાની આપી સલાહ
Suryakumar Yadav ટીમ ઈન્ડિયા આ દિવસોમાં T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ સતત T20 શ્રેણી જીતી રહી છે. જોકે, આ જીત છતાં, સૂર્યકુમાર યાદવની પોતાની બેટિંગ ચિંતાનો વિષય બની રહી છે. તાજેતરમાં, ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં સૂર્યકુમારનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. તે આખી શ્રેણીમાં 0, 12, 14, 0 અને 2 ના સ્કોર સાથે ફક્ત 28 રન બનાવી શક્યો. આ ખરાબ ફોર્મ બાદ હવે તેની બેટિંગ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
Suryakumar Yadav ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મ પર આકરી પ્રતિક્રિયા આપી છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ “ઐશ કી બાત” પર કહ્યું કે સૂર્યકુમારને તેની બેટિંગ પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, “સૂર્યકુમારની કેપ્ટનશીપ ઉત્તમ હતી, પરંતુ તેની બેટિંગને આત્મનિરીક્ષણની જરૂર છે. એક કે બે મેચમાં એક જ રીતે આઉટ થવું સમજી શકાય તેવું છે, પરંતુ આખી શ્રેણીમાં એક જ ભૂલનું પુનરાવર્તન ચિંતાનો વિષય બની જાય છે.”
અશ્વિને એમ પણ કહ્યું કે સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં ભારતીય ટીમની વિચારસરણી બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તે પોતાની બેટિંગ ટેકનિક પર ફરીથી વિચાર કરે. તેમણે એમ પણ કહ્યું કે સૂર્ય કુમારનો ફ્લિક શોટ તેમને દર વખતે મુશ્કેલીમાં મુકી રહ્યો છે અને આ જ કારણ છે કે તેઓ ઝડપી બોલરો સામે ટકી શકતા નથી.
સૂર્યકુમાર યાદવની કારકિર્દી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. તેણે ૮૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૮.૨૦ ની સરેરાશથી ૨૫૯૮ રન બનાવ્યા છે, જેમાં ૪ સદી અને ૨૧ અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, છેલ્લા 9 મેચમાં તેના બેટમાંથી કોઈ અડધી સદી નીકળી નથી. તેની છેલ્લી અડધી સદી બાંગ્લાદેશ સામે 75 રનની હતી, ત્યારબાદ તે કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી.
હવે જોવાનું એ રહે છે કે સૂર્યકુમાર યાદવ પોતાના ખરાબ ફોર્મને દૂર કરવા માટે શું પગલાં લે છે અને શું તે ફરીથી ટીમમાં નોંધપાત્ર યોગદાન આપી શકશે.