Gandhinagar કસ્ટમ વિભાગમાં લાંચનો પર્દાફાશ, 3 આરોપી રંગે હાથ ઝડપાયા
ગુજરાતમાં વધુ એકવાર લાંચખોરીનો પર્દાફાશ થયો
ACBએ જમીયતપુરા નજીક આવેલ ICD કન્ટેનર ડેપોમાં છટકું ગોઠવી 2.32 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા
Gandhinagar : ગુજરાતમાં વધુ એકવાર લાંચખોરીનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના જમીયતપુરા વિસ્તારમાં કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ACBએ જમીયતપુરા નજીક આવેલ ICD કન્ટેનર ડેપોમાં છટકું ગોઠવી 2.32 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા હતા.
ACBએ કન્ટેનર પાર્કિંગમાં સાવચેત વોચ રાખી ઓપરેશન પાર પાડ્યું. કસ્ટમ ઈન્સ્પેક્ટર સતીદર સિંહે લાંચ માગી હોવાનું ખુલ્યું છે, સાથે કસ્ટમ વિભાગમાં કામ કરતા બે આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયરો પણ ઝડપાયા છે.
સાબરકાંઠામાં પણ લાંચિયા તલાટી ઝડપાયો
અત્યાર સુધીની તપાસમાં ચાલી રહ્યું છે કે લાંચખોરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં એક રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. માત્ર 1500 રૂપિયાની લાંચ સ્વીકારતા ACBએ તેને ઝડપી લીધો. આ મામલે વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તલાટીને, ઈ-સ્ટેમ્પિંગની પ્રક્રિયા માટે લાંચ માગતા ઝડપવામાં આવ્યા છે.
હિંમતનગર ACBએ સંપૂર્ણ યોજના બનાવી બંને આરોપીઓને કાયદાના શિંકજે ઝડપી લીધા.