Trending News : ક્યારેક સાંભળ્યું છે એવું? ચીની કંપનીએ બોનસ માટે આપી 15 મિનિટની ચેલેન્જ!
હેનાન માઇનિંગ ક્રેન કંપનીએ બોનસ રૂપે 95 કરોડ રૂપિયા રોકડમાં ટેબલ પર મુક્યા અને કર્મચારીઓને 15 મિનિટમાં ગણી શકાય એટલું લઈને જવાનું કહ્યું
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો અને લોકોએ તેને લઈ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી
Trending News : ચીનની ક્રેન કંપનીએ વર્ષના અંતે પોતાના કર્મચારીઓને આશ્ચર્યચકિત કરતા 95 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું. આ બોનસની એક અનોખી શરત હતી – કર્મચારીઓએ 15 મિનિટમાં જેટલું રોકડ ગણી શકાય એટલું જ ઘરે લઈ જવું. આ ધમાકેદાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે, જે જોઈને લોકો ચકિત થઈ ગયા.
ક્રેન કંપનીનું અનોખું બોનસ ઓફર
હેનાન માઇનિંગ ક્રેન કંપની લિમિટેડ દ્વારા બોનસના રૂપમાં 95 કરોડ રૂપિયા રોકડમાં ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. કંપનીએ કામદારોને કહ્યું કે તેઓ આ બોનસમાંથી વધુમાં વધુ રોકડ 15 મિનિટમાં ઉઠાવી શકે છે. આ અનોખા શરતી બોનસે સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા પેદા કરી છે.
વીડિયો બન્યો વાયરલ
https://twitter.com/China_Fact/status/1883378802648354974
સૌપ્રથમ, આ વીડિયો ચીનની લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ડુયિન અને વેઇબો પર દેખાયો, ત્યારબાદ આ ક્લિપ અન્ય પ્લેટફોર્મ્સ પર પણ પ્રસરાઈ. વીડિયોમાં એક વિશાળ ટેબલ પર પૈસાના ગડગડાટના ઢગલા દેખાયા હતા અને કર્મચારી પૈસા ગણીને ઉઠાવતા જોવા મળ્યા. સૂત્રો મુજબ, એક કર્મચારી 15 મિનિટમાં લગભગ 12 લાખ રૂપિયા જેટલા બોનસ રૂપે લઈને ગયો.
લોકોએ આપી પ્રતિક્રિયાઓ
આ ઘટનાએ લોકોમાં ભારે ઉત્સાહ અને ચર્ચા જગાવી. કેટલાક લોકોએ કંપનીની ઉદારતાની પ્રશંસા કરી, જ્યારે કેટલાકે આ પ્રક્રિયાને અપમાનજનક ગણાવી. એક યુઝરે કહ્યું, “આ ખરેખર પ્રેરણાદાયક છે.” જ્યારે બીજા એકે કહ્યું, “આ કરવા કરતાં સીધું ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ.” એક મજાકભર્યા કમેન્ટમાં યુઝરે પૂછ્યું, “શું આ સ્ક્વિડ ગેમનો નવો અવતાર છે?”
કર્મચારીઓ માટે આ બોનસ એક મોટું આશ્ચર્ય તો છે જ, પણ કંપનીની આ રીતે પદ્ધતિએ લોકોને બે ભાગમાં વિભાજીત કરી દીધા છે – ઉદારતા સામે શરત!