Russia: રશિયાએ ડ્રોનથી હુમલો કરીને યુક્રેનમાં મચાવ્યો વિનાશ, ઝેલેન્સકીનો ગુસ્સો ફૂટ્યો; જુઓ વિડિયો
Russia: રશિયાએ યુક્રેન પર વધુ એક વિનાશક ડ્રોન હુમલો કર્યો છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને નવ લોકો ઘાયલ થયા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી, તેને ‘ભયંકર દુર્ઘટના’ અને ‘રશિયન ગુનો’ ગણાવ્યો.
Russia: યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, કાટમાળ સાફ કરવામાં આવી રહ્યો છે અને પીડિતોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઝેલેન્સકીએ વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ રશિયા પર દબાણ લાવવાના પ્રયાસોમાં કોઈ કસર છોડે નહીં. તેમણે યુક્રેનને ટેકો આપનારા નેતાઓનો આભાર વ્યક્ત કર્યો.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આવતા મહિને ત્રણ વર્ષ પૂર્ણ થશે, અને આ સંઘર્ષનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 10,000 થી વધુ યુક્રેનિયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
રશિયાએ ૮૦ થી વધુ ડ્રોન પર હુમલાઓનો મારો ચલાવ્યો, જેમાંથી મોટાભાગના ડ્રોનને કાં તો તોડી પાડવામાં આવ્યા હતા અથવા ઇલેક્ટ્રોનિક જામિંગ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. ઓડેસા વિસ્તારમાં એક હોસ્પિટલ અને બે રહેણાંક ઇમારતોને નુકસાન થયું હોવા છતાં, કોઈ જાનહાનિ થઈ નથી.
Last night, Russia launched a “Shahed” strike on Sumy, targeting an ordinary residential apartment building. Four people were killed. My condolences to their families and loved ones.
Nine others were wounded, including a child. Rescue operations are still ongoing, with rubble… pic.twitter.com/MLg7h9Zk36
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 30, 2025
આ હુમલો યુક્રેન માટે બીજો મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે, જ્યારે યુદ્ધ ફાટી નીકળવાના કારણે નાગરિકોની સ્થિતિ સતત બગડી રહી છે.