Gujarat Weather Forecast: જેનો ડર હતો એ જ થયું ! 72 કલાક બાદ ગુજરાતમાં હવામાન પલટો: આ વિસ્તારોમાં વરસશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીના રોજ કમોસમી માવઠાની આગાહી કરી છે, ખાસ કરીને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દમન-દાદરા નગર હવેલીમાં
2થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધી શકે છે અને ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા
Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર રાજ્ય માટે જોખમ બની રહ્યું છે. અફઘાનિસ્તાન નજીક સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે, ઉત્તર ભારતમાંથી બે વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી ઠંડી વધવાની શક્યતા છે. સાથે જ, હવામાન વિભાગે આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં 2 અને 3 ફેબ્રુઆરીના રોજ માવઠું જોવા મળી શકે છે. 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દમન-દાદરા નગર હવેલીમાં માવઠાની શક્યતા છે. 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે 2થી 8 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરીથી વધશે. ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે, કારણ કે 5 મીમીથી 1 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે..