China’s beggars use QR codes for alms: ચીનના હાઈટેક ભિખારીઓ હવે QR કોડ દ્વારા ભિક્ષા માગે છે
China’s beggars use QR codes for alms: દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, અને ટેકનોલોજી એ લોકોના જીવનમાં મોટી ભુમિકા ભજવી રહી છે. જો તમે ભારતમાં ટેકનોલોજીનો પ્રભાવ જોઈને આશ્ચર્યચકિત થાઓ, તો ચીન અને જાપાનમાં જે જોવા મળે છે તે ચોકાવનારું છે. ભારતથી ચીન ગયેલા એક વ્યક્તિએ જ્યારે એક ભિખારીને ભીખ માંગતા જોયો, તો તે તેનો વીડિયો બનાવવાનું ટાળી શક્યો નહીં.
QR કોડ વાળા ભિખારી
ચીન તેના દેશના સમાચાર દુનિયાથી છુપાવવાની કોશિશ કરે છે અને ઘણી આંતરરાષ્ટ્રીય એપ્સ પર પ્રતિબંધ મૂકીને નિયંત્રણ રાખે છે. તેથી, ત્યાંની ઘણી અનોખી બાબતો બહાર આવતી નથી. જો કે, જ્યારે વિદેશી લોકો ચીન જાય છે, ત્યારે તેમને ત્યાં એવી વસ્તુઓ જોવા મળે છે જે વિશ્વ માટે નવાઈની બાબત બની જાય છે.
View this post on Instagram
ભારતના એક પ્રવાસીએ ચીનની શેરીઓમાં એક વૃદ્ધ ભિખારીને જોયો, જે ગળામાં QR કોડ ટાંગી ભીખ માંગી રહ્યો હતો. જેમણે પાસે રોકડ ન હતી, તેઓ સીધા કોડ સ્કેન કરીને તેને ડિજિટલ રૂપે પૈસા ટ્રાન્સફર કરતા હતા.
ભારતમાં પણ ડિજિટલ ભિક્ષાની શરૂઆત
આ વીડિયો વાયરલ થતાં ઘણા લોકોએ ચીનની પ્રગતિને વખાણી, તો કેટલાકે કહ્યું કે ભારત પણ હવે આ દિશામાં આગળ વધી રહ્યો છે. ઘણા લોકોએ પોતાના અનુભવો શેર કરતાં કહ્યું કે ભારતમાં પણ કેટલાક ભિખારીઓ હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા જોવા મળે છે.
ટેકનોલોજીનું આ નવું રૂપ ભવિષ્ય માટે એક સંકેત છે – જ્યાં ભિખારી પણ ડિજિટલ બની રહ્યા છે!