Jobs 2025: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સુવર્ણ તક, BDL માં ભરતી, પગાર લાખોમાં
Jobs 2025: સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) એ મેનેજમેન્ટ ટ્રેઇની (MT) સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે.
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ થી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BDL ની સત્તાવાર વેબસાઇટ bdl-india.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી, 2025 છે, જ્યારે અરજી ફોર્મની હાર્ડ કોપી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં સબમિટ કરવાની રહેશે.
આ ઝુંબેશ દ્વારા, મેનેજમેન્ટ ટ્રેઇની (MT) ની 46 જગ્યાઓ, AM (લીગલ), SM (સિવિલ), DGM (સિવિલ) ની દરેક 1 જગ્યા ભરવામાં આવશે.
ભરતી ઝુંબેશ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે BE/ BTech/ MBA/ MA/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા/ ICAI/ ICWAI વગેરે ડિગ્રી હોવી આવશ્યક છે.
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 27 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. બિનઅનામત, EWS અને OBC (NCL) શ્રેણીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PwBD/ભૂતપૂર્વ સૈનિકો/આંતરિક કાયમી કર્મચારીઓએ અરજી કરવાની જરૂર નથી.
પસંદ થયેલા ઉમેદવારોને ઉમદા પગાર આપવામાં આવશે. મેનેજમેન્ટ ટ્રેઇની (MT) ને વાર્ષિક 15.91 લાખ રૂપિયાનું પેકેજ મળશે. AM પોસ્ટ માટે 15.91 લાખ રૂપિયા, SM પોસ્ટ માટે 25.26 લાખ રૂપિયા અને DGM પોસ્ટ માટે 28.37 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપવામાં આવશે.