Republic Day 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામી
કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તિરંગો ફરકાવી દેશની તાકાત અને સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન શરૂ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ઊજવણીની શરૂઆત કરી
Republic Day 2025: દેશ આજે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે. આ અવસર પર કર્તવ્ય પથ પર ભારત પોતાની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વૈભવનું દ્રશ્યમાન પ્રદર્શન કરશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો આ પવિત્ર પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે. પરેડની શરૂઆત સવારે 10:30 વાગ્યે કરવામાં આવી હતી, જે લગભગ 90 મિનિટ સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજવણીની શરૂઆત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને મુખ્ય અતિથિ પ્રબોવો સુબિયાન્તો પરંપરાગત બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પરેડ માટે પહોંચ્યા.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ભવ્ય ઉજવણીની શરૂઆત કરી. તે પછી, કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે દિલ્હીમાં વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ અને પ્રણાલીઓ સક્રિય રાખવામાં આવી છે, જેથી સમારોહ નિરાવિઘ્ન પૂર્ણ થઈ શકે.