Tourism Report: 2024 માં કયા દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા? ભારતની વસ્તી જેટલી યુરોપની મુસાફરીમાં વધારો
Tourism Report: યુએનની વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) ની રિપોર્ટ અનુસાર, 2024 માં વૈશ્વિક ટૂરિઝમમાં મોટો વધારો જોવા મળ્યો. 747 મિલિયન પર્યટકો યુરોપ પહોંચ્યા, જેમાંથી સૌથી વધુ લોકો ફ્રાંસમાં ગયા, જ્યાં 100 મિલિયનથી વધુ ટૂરિસ્ટ પહોંચ્યા. આ આંકડો ભારતની હાલની જનસંખ્યાની બરાબરી છે.
કોવિડ-19 બાદ 2019 માં ટૂરિઝમમાં મોટી ઘટ આવી હતી, પરંતુ 2024 માં આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયા, મિડલ ઈસ્ટ અને અમેરિકા માં પણ ટૂરિઝમમાં વૃદ્ધિ જોવા મળી છે. મિડલ ઈસ્ટના કતારને 137% નો વધારો નોંધાયો છે, ખાસ કરીને એરલાઈન અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાના કારણે.
કયા દેશોમાં સૌથી વધુ પર્યટકો ગયા?
- યુરોપ: 747 મિલિયન
- એશિયા: 316 મિલિયન
- અમેરિકા: 213 મિલિયન
- મિડલ ઈસ્ટ: 95 મિલિયન
- આફ્રિકા: 74 મિલિયન
ફ્રાંસની ટૂરિઝમ સફળતા
ફ્રાન્સે 2024 માં રેકોર્ડ 100 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું. આના મુખ્ય કારણોમાં પેરિસ સમર ઓલિમ્પિક્સ, નોટ્રે ડેમ કેથેડ્રલનું પુનર્નિર્માણ અને નોર્મેન્ડી ડી-ડે ઉતરાણની 80મી વર્ષગાંઠ હતી.
આ રિપોર્ટ મુજબ, 2024 માં ભારત સહિત ઘણા દેશોમાં પ્રવાસની સંખ્યા વધતી જોવા મળી છે અને ટૂરિઝમ ઉદ્યોગમાં નવા અવસર જોવા મળી રહ્યા છે.