Funny videos : જન્મદિને ચોરી કરવા આવ્યો ચોર, લોકોએ પકડી કપાવી કેક, ગીત સાંભળી હાસ્ય છૂટી જશે
Funny videos : તમે આજ સુધી ઘણા પ્રકારના બર્થડે સેલિબ્રેશન જોયા હશે. ક્યારેક કોઈ પર્વતો પર જઈને તો કોઈ દરિયાની વચ્ચે જઈને પોતાનો જન્મદિવસ ઉજવે છે. તાજેતરના દિવસોમાં, તમે કેટલાક આવા લોકોની વાર્તાઓ વાંચી હશે, જેમણે તેમના પાલતુના જન્મદિવસ પર લાખો રૂપિયા ખર્ચ્યા છે. હવે આવા જ બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમે હસવા લાગશો.
આ વીડિયોમાં કેટલાક લોકો ચોરનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા હતા. હા, લોકોએ તેમના વિસ્તારમાં ચોરી કરવા આવેલા યુવકને પકડી લીધો. આ પછી, જ્યારે તેમને ખબર પડી કે આજે ચોરનો જન્મદિવસ છે, ત્યારે બધાએ માનવતાનો દાખલો બેસાડ્યો અને ચોરનો જન્મદિવસ ઉજવ્યો. આ માટે તેણે ન માત્ર કેક મંગાવી પરંતુ ચોર માટે બર્થડે ગીત પણ ગાયું.
આવી રીતે ઉજવાયો
View this post on Instagram
વીડિયોમાં એક યુવક ઘણા લોકોની વચ્ચે ઊભો જોવા મળ્યો હતો. વ્યક્તિની સામે એક કેક મૂકવામાં આવી હતી, જેના પર હેપ્પી બર્થ ડે ચોર લખેલું જોવા મળ્યું હતું. આ સિવાય કેકની આસપાસ ચોરીમાં ઉપયોગમાં લેવાતી ઘણી ચાવી અને વસ્તુઓ રાખવામાં આવી હતી. તેમજ ચોરની બાજુમાં ઉભેલા વ્યક્તિએ જણાવ્યું કે આજે ચોરનો જન્મદિવસ છે જે તેના વિસ્તારમાં ચોરી કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં દરેક લોકો તેનો જન્મદિવસ એકસાથે ઉજવી રહ્યા છે.
મજેદાર ગીત ગાયું
ચોર પાસે કેક કપાવતા લોકોએ તેના માટે ગીત પણ ગાયું. લોકોને ‘હેપ્પી બર્થડે ટુ યુ ચોર’ ગાતા સાંભળવામાં આવ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન ચોરનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે વિચાર્યું કે લોકો તેને પકડીને પોલીસને હવાલે કરશે અથવા મારપીટ કરશે. પરંતુ જ્યારે તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. ઘટના ક્યાં બની તે અંગેની માહિતી મળી શકી નથી. પરંતુ આ ફની વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.