1008 Children Shri Ram World Record : રાજકોટમાં 1008 બાળશ્રીરામ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર: અયોધ્યા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વર્ષ પૂર્ણ થવા પર 9 દિવસીય ભવ્ય ઉજવણી
22 જાન્યુઆરીએ 1008 બાળકો ભગવાન શ્રીરામના વેશમાં રજૂઆત કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે
અટલ સરોવર ખાતે 1500 ફૂટના વિશાળ વિસ્તારમાં અયોધ્યાની ભવ્ય પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી
રાજકોટ, રવિવાર
1008 Children Shri Ram World Record : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજકોટના અટલ સરોવર ખાતે ભવ્ય 9 દિવસીય ઉજવણી યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં 22 જાન્યુઆરીએ 1008 બાળકો ભગવાન શ્રીરામના રૂપમાં વર્લ્ડ રેકોર્ડ સજાવશે, અને 1500 ફૂટના વિશાળ માહોલમાં અયોધ્યાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
આવી રીતે ઉજવાશે ભક્તિનો ઉત્સવ:
22 જાન્યુઆરી: 1008 બાળકો શ્રીરામના વેશમાં પ્રસ્તુતિ આપશે, જે રેકોર્ડ બુકમાં નોંધાશે.
26 જાન્યુઆરી: કસુંબલ લોકડાયરાની રાત્રે 8.30 વાગ્યે વિશેષ રજૂઆત.
18થી 26 જાન્યુઆરી: દરરોજ સાંજના 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મંડપ દર્શન.
અયોધ્યાનો જીવંત અનુભવ:
તેમજ આ સ્થળે અયોધ્યાની પ્રતિકૃતિના ભાગરૂપે વિશાળ રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, સાથે પૌરાણિક મૂર્તિઓ અને ભગવાન રામની વિશેષ પ્રતિમાઓ રજૂ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તાર ભક્તોને નિઃશુલ્ક દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
હજારો રામભક્તોની ભક્તિમાં હાજરી:
આવતા દિવસોમાં મોટાપાયે રામભક્તો આ ભવ્ય રામમય માહોલનો લાભ લેશે. જે ભક્તો અયોધ્યા ન જઈ શકતા હોય, તેઓ રાજકોટમાં મીની અયોધ્યાનો આનંદ માણી શકશે.’
આવી છે ભક્તિની આલોકિક ઝાંખી:
આ આયોજન સનાતન ધર્મ રક્ષક સમિતિ અને રોયલ રજવાડી ગ્રુપ દ્વારા સંયુક્ત પ્રયાસથી શક્ય બન્યું છે. તો જો તમે આ અનોખા તહેવારનો અનુભવ કરવો હોય, તો આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા ભૂલશો નહીં!