Ahmedabad News: અમદાવાદમાં માતાની ક્રૂરતા: બે દીકરીઓને માર મારતાં એકની આંખમાં ડંડો ફટકારતા લોહી જામ્યું!
સાવકી માતાએ પોતાની બે દીકરીઓને અત્યંત ક્રૂરતા થી માર માર્યો
વેજલપુર પોલીસને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે, અને પોલીસ સાવકી માતાને શોધી રહી
Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માતાએ પોતાની બે દીકરીઓને અત્યંત ક્રૂરતા થી માર માર્યો. 7 અને 14 વર્ષની દીકરીઓ જેમણે કામ ન કરવા અને રમકડાં માંગવાની જીદ કરી રહી હતી, તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. એમણે ઘણી પીડા ભોગવી હતી. અને આ કારણે બંને અર્ધબેભાન થઈ ગઈ હતી. પડોશીઓ દ્વારા બાળકોના દાદા-દાદી ને ખબર પડી અને એણે વેજલપુર પોલીસને જાણ કરી.
આ કિસ્સામાં પીડિત બાળકીઓના પિતા શેરખાન પઠાણએ પોતાની પત્ની સાથે તલાક લઈને બીજા લગ્ન કર્યા હતા. દાદી અને દાદા સાથે રહેતી આ બાળકીઓને જ્યાં તેમની માતા ફરહીન સાથે રહ્યા છે, એટલા માટે તેઓ ઘરના કામ માટે હેરાન કરવામાં આવતા હતા.
14 અને 7 વર્ષના બાળકોને, જેમણે પોતાની માગ પર રમકડાં માગ્યા હતા, ત્યારે સાવકી માતાએ તેમને ડંડા, ગીઝર પાઇપ અને બેટ વડે માર માર્યો હતો. એના લીધે આ બંને બાળકીઓના માથા અને પગ પર ઘા લાગ્યા હતા. એક બાળકીને તેની આંખમાં લોહી પણ આવ્યું હતું.
વેજલપુર પોલીસને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. વેજલપુર પોલીસે સાવકી માતાને શોધવા કવાયત હાથ ધરી છે, જ્યારે તે પોલીસના હાથે પકડાશે ત્યારે બાળકીઓ પર થયેલા અત્યાચારની સાચી હકિકત સામે આવશે.