આણંદ એક્સપ્રેસ હાઇવે ઉપર બે કન્ટેનર વચ્ચે અકસ્માત થયાની ઘટના બની હતી. કન્ટેનરમાં ભરેલા કેમિકલના બેરલો એક બાદ એક બ્લાન્ટ થયો હતા. બ્લાસ્ટ થવાની સાથે જ કન્ટેનરમાં આગ લાગી હતી. જેના પગલે હાઇવે બંધ કરવાની ફરજ ફડી હતી. આ અંગે જાણ થતા ફાયર ફાયટરોથી પણ નથી પણ આગ કાબુમાં ન આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કન્ટેનરમાં અતિ જ્વલનશીલ પદાર્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટમાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે આણંદ એક્સપ્રેસ હાઇવે ઉપર કેમિકલ ભરેલા કેન્ટેનર સાથે કન્ટેનર અથડાતા અકસ્માત સર્જાયો હતો.એકબીજા સાથે ભટકાતા એક કન્ટેનરમાં ભરેલા કેમિકલના બેરલોમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા.

એકપછી એક બ્લાસ્ટ થતાં કન્ટેનરમાં આગ ભભૂકી હતી. અને જોતજોતામાં આખા કન્ટેનર આગની ઝપેટમાં આવી ગયા હતા.

કેમિકલના બેરલમાં બ્લાસ્ટ થવાના પગલે હાઇવેને બ્લોક કરવામાં આવ્યો હતો. જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. આ અંગે જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી. જોકે, ફાયર ફાયટરોથી પણ નથી પણ આગ કાબુમાં ન આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.