Garlic Benefits: 90 દિવસ સુધી આ રીતે ખાઓ, રોગોથી છુટકારો મેળવો
Garlic Benefits: શિયાળામાં લસણ ખાવાથી ઘણાં ફાયદા થઈ શકે છે, પરંતુ તેની યોગ્ય પદ્ધતિ જાણવી જરૂરી છે. જો તેને યોગ્ય રીતે ખાવું તો શરીર માટે અનેક ફાયદા થઈ શકે છે, જેમ કે બ્લડ પ્રેશર પર નિયંત્રણ, ઇમ્યૂન સસ્ટમને મજબૂત બનાવવી અને હૃદયને સ્વસ્થ રાખવું. લસણમાં વિટામિન C, B6, મૅંગેનીઝ અને સલ્ફર જેવા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે, જે તમને ગંભીર બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં એન્ટીઑક્સીડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પણ હોય છે. પરંતુ કાચું લસણ ખાવાના ફાયદા અને નુકસાન બંને હોઈ શકે છે, તેથી તેને ખાવાનું યોગ્ય માર્ગદર્શન સમજવું જરૂરી છે.
લસણ ખાવાની યોગ્ય રીત
તમે દરરોજ સવારે ખાલી પેટે લસણની 2 કળી ચાવીને ખાઈ શકો છો. જો તમને લસણનો સ્વાદ ગમતો નથી, તો તમે તેને બારીક વાટીને સીધું ગળી શકો છો. ગળી ગયા પછી, એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ જેથી મોઢાનો સ્વાદ બગડે નહીં. લસણ ખાતા પહેલા તેને કાપીને થોડી વાર માટે રહેવા દો અને 30 મિનિટ સુધી કંઈ ખાશો નહીં.
લસણ ખાવાના ફાયદા
1. બ્લડ પ્રેશર પર નિયંત્રણ: લસણના સેવનથી નાઈટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે.
2. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત: લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે.
3. હૃદય સ્વાસ્થ્ય: લસણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
4. બ્લડ શુગર પર નિયંત્રણ: લસણના સંયોજનો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
5. કૅન્સરથી બચાવ: લસણમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે કૅન્સરના ખતરાથી બચાવ થાય છે.
આ મુદ્દાઓ ધ્યાનમાં રાખો
જે લોકો પિત્ત અને એસિડિટીથી પીડાય છે અથવા લોહી પાતળું કરતી દવાઓ લે છે તેમણે લસણનું સેવન ઓછું કરવું જોઈએ. ઉનાળામાં પણ લસણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ કારણ કે તેનો સ્વભાવ ગરમ હોય છે.