Pregnant Stones Portugals : જાદૂઈ પથ્થર જે મહિલાઓને માતા બનાવે? પોર્ટુગલના “મધર રોક” સાથે જોડાયેલી અનોખી માન્યતા!
Pregnant Stones Portugals : માતૃત્વ દરેક મહિલાનું સપનું છે. એક સ્ત્રી માટે બાળકને જન્મ આપવો માત્ર શારીરિક ક્ષમતા જ નહીં, પણ ગર્વ અને ભાવનાત્મક સંવેદનાનો એક મોટો ભાગ છે. જો કોઈ મહિલાને માતા બનવામાં મુશ્કેલી થાય, તો તે વિજ્ઞાનથી લઈને આધ્યાત્મિક સાધન સુધીમાં આશરો લે છે. એવી જ એક અનોખી માન્યતા પોર્ટુગલના એક પ્રાચીન પથ્થર સાથે જોડાયેલી છે, જેને “મધર રોક” અથવા “બર્થિંગ સ્ટોન” કહેવામાં આવે છે. આ પથ્થરને ગર્ભાવસ્થાનું ચમત્કારિક પ્રતિક માનવામાં આવે છે, અને મહિલાઓ વિશ્વભરમાંથી અહીં આવતી રહે છે.
અજોડ “મધર રોક”નું રહસ્ય
પોર્ટુગલના ઉત્તર ભાગમાં પેડ્રાસ પરડેઇરસ નામના પર્વતની ટોચ પર સ્થિત છે “મધર રોક”. આ પર્વત ભૌતિક શાસ્ત્ર અને માન્યતાઓ બંને માટે રહસ્યમય છે. પર્વતમાંથી બાળક જેવા નાના ખડકો પોતાની જાતે બહાર આવે છે, જેને લોકો પ્રજનનનું પ્રતિક માને છે. 300 મિલિયન વર્ષ જૂના આ પથ્થરો ગ્રેનાઈટથી બનેલા છે અને તેમની બહાર નીકળવાની પ્રક્રિયાએ વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.
માન્યતા અને સ્ત્રીઓનો વિશ્વાસ
સ્થાનિક માન્યતા અનુસાર, જો કોઈ મહિલા ગર્ભવતી થવા ઈચ્છે તો તે પથ્થરનો ટુકડો પોતાના તકીયા નીચે રાખી સૂઈ જાય. લોકમાન્યતા છે કે આ પથ્થર તેની ગર્ભાવસ્થાને શક્ય બનાવે છે. વર્ષોથી અહીં હજારો મહિલાઓ આવી છે, આ આશામાં કે તેઓ માતા બની શકશે. ગર્ભધારણ પછી, કેટલીક મહિલાઓ આ પથ્થરની પૂજા કરે છે અને તેનો આભાર વ્યક્ત કરે છે.
મર્યાદિત પ્રાપ્યતા અને ખડકોનું સુરક્ષા પ્રશ્ન
આ પથ્થરોની માન્યતાના કારણે અને ખડકોના વધતા ઉપાડને કારણે આજે તેમના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં, કેટલાક લોકો આ પથ્થરોને ચૂપચાપ વેચે છે. આ કારણે પથ્થરોની સંખ્યામાં ઘટાડો થયો છે, અને સરકારને આ અનોખા પ્રાકૃતિક ખજાનાને બચાવવાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
વિજ્ઞાન અને માન્યતાનું મિલન
જ્યારે આ પથ્થર વિશેની માન્યતાઓને વૈજ્ઞાનિક આધાર નથી, ત્યારે પણ પ્રાચીન માન્યતાઓ સાથે સંકળાયેલી આ કથાઓ લોકોને આકર્ષે છે. “મધર રોક” સમય જતાં માત્ર એક પર્વત નહીં, પણ વિશ્વની વિવિધ ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું પ્રતિક બની ગઈ છે.