Samsung Galaxy S25: સેમસંગ Galaxy S25 સિરીઝની કિંમત અને ફીચર્સ લોન્ચ પહેલાં લીક, જાણો વિગતો
Samsung Galaxy S25: સેમસંગ ટૂંક સમયમાં તેની ગેલેક્સી S25 સિરિઝ રજૂ કરવા જઈ રહ્યું છે અને લોન્ચ પહેલા, આ સ્માર્ટફોનની કિંમત, સ્ટોરેજ વેરિઅન્ટ અને રંગ વિકલ્પોની વિગતો લીક થઈ ગઈ છે.
સેમસંગ ગેલેક્સી S25 સિરીઝની કિંમત
યુરોપિયન રિટેલ લિસ્ટિંગમાં સેમસંગ ગેલેક્સી S25 સિરિઝની કિંમત જાહેર કરવામાં આવી છે. ગેલેક્સી S25 ના બેઝ 128GB વેરિઅન્ટની કિંમત 964 યુરો એટલે કે લગભગ 5,000 હશે. તે જ સમયે, 256GB અને 512GB મોડેલની કિંમત અનુક્રમે 1,026 યુરો અને 1,151 યુરો હોઈ શકે છે, જે લગભગ 91,000 અને 1,01,000 હોઈ શકે છે.
ગેલેક્સી S25 અલ્ટ્રાની કિંમત વધશે
Galaxy S25+ 256GB વેરિઅન્ટ માટે 1,235 યુરો (₹1,09,000) અને 512GB માટે 1,359 યુરો (₹1,20,000) સુધી હશે. Galaxy S25 Ultraની શરૂઆતની કિંમત 1,557 યુરો (₹1,38,000) હોઈ શકે છે, જ્યારે 1TB વેરિઅન્ટની કિંમત ₹1,70,000 આસપાસ રહેવાની શક્યતા છે.
1TB સુધીનો સ્ટોરેજ
ગેલેક્સી S25 શ્રેણીમાં સ્ટોરેજ વેરિઅન્ટ્સ વિશે પણ માહિતી બહાર આવી છે. ગેલેક્સી S25 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવશે, જ્યારે ગેલેક્સી S25+ માં 128GB વિકલ્પ નહીં હોય. ગેલેક્સી S25 અલ્ટ્રા 1TB સુધી સ્ટોરેજ ઓફર કરી શકે છે.
અલ્ટ્રા મોડલ માટે વિશેષ કલર ઓપ્શન્સ
ગેલેક્સી S25 અને ગેલેક્સી S25+ આઈસી બ્લુ, મિન્ટ, નેવી અને સિલ્વર શેડ્સમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ગેલેક્સી S25 અલ્ટ્રામાં ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ ગ્રે અને ટાઇટેનિયમ સિલ્વર બ્લુ જેવા પ્રીમિયમ કલર વિકલ્પો હશે.