T20I Cricketer of the Year: અર્શદીપ સિંહ ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો, તેના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડ જીત્યો
T20I Cricketer of the Year ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અર્શદીપનું T20 ફોર્મેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું, અને તેણે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ૧૮ ટી૨૦ મેચોમાં ૩૬ વિકેટ લીધી હતી અને ગયા વર્ષે ભારતીય બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
T20I Cricketer of the Year 2024 ના T20 વર્લ્ડ કપમાં અર્શદીપની બોલિંગે પ્રભાવિત કર્યા, જેમાં તેણે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરિણામે, ભારતીય ટીમે ટાઇટલ જીત્યું.
અર્શદીપ સિંહની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દી પણ ઉત્તમ રહી છે.
તેણે 61 T20 મેચોમાં 97 બેટ્સમેનોને આઉટ કર્યા છે અને આ ફોર્મેટમાં તેનો શ્રેષ્ઠ બોલિંગ ફિગર 9 રન આપીને 4 વિકેટ છે.ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટમાં અર્શદીપ સિંહ કરતાં વધુ વિકેટ લેનારા બોલરોમાં સાઉદી અરેબિયાના ઉસ્માન નજીબ, શ્રીલંકાના વાનિન્દુ હસરંગા, યુએસએના જુનૈદ સિદ્દીકી અને હોંગકોંગના એહસાન ખાનનો સમાવેશ થાય છે, જેમણે અનુક્રમે 38, 38, 40 અને 46 વિકેટ લીધી હતી.