Ajab Gajab: કર્મચારીનું પ્રામાણિક રાજીનામું પત્ર વાયરલ: ‘જો હું દેશનો સૌથી ઝડપી મોબાઈલ ન ખરીદી શકું તો…'”
Ajab Gajab: દિલ્હીમાં આવેલા એક ઉદ્યોગસાહસિકે પોતાના HR વિભાગને એક કર્મચારી દ્વારા મોકલાયેલા રાજીનામા ઈમેલને ઓનલાઈન શેર કર્યો, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેના ઓનલાઇન પ્લેટફોર્મ EngineerHubના સહ-સ્થાપક ઋષભ સિંહે X પર આ કર્મચારીના રાજીનામાનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો.
Ajab Gajab “રાજીનામું” શીર્ષકવાળા આ ઈમેલમાં, કર્મચારીએ કંપનીના પગાર અને તેના પ્રદર્શન પર આક્ષેપ કર્યા હતા. કર્મચારીનું કહેવું હતું કે, તેની પગારવૃદ્ધિ અટકાઈ ગઇ છે અને છેલ્લા બે વર્ષથી કોઇ વધારો નથી મળ્યો.
One of the finest reason for Resignation 😃 pic.twitter.com/0Gwtpcxxje
— Rishabh Singh (@merishabh_singh) January 7, 2025
કર્મચારીના ઈમેલના કેટલાક અંશમાં લખ્યું હતું:
“પ્રિય HR, મેં પ્રામાણિકતા અને કઠોર મહેનતથી બે શ્રેષ્ઠ વર્ષો આપ્યા છે, પરંતુ મારો પગાર હજુ પણ એટલો જ છે.” હું 5 ડિસેમ્બરે ₹51,999માં iQOO 13 બુક કરાવવા ઈચ્છતો હતો, પરંતુ આ પગાર સાથે તે શક્ય નથી. મને દુઃખ છે કે, જો હું ભારતનું સૌથી ઝડપી ફોન ખરીદવા માટે પૂરતો પગાર નહીં મેળવી શકું, તો મારું કરિયર કેવી રીતે આગળ વધશે? હું હવે નવી તક શોધવાનો વિચાર કરૂં છું જ્યાં વિકાસ માત્ર એક શબ્દ ન હોય. મારું છેલ્લું કામકાજી દિવસ 4 ડિસેમ્બર 2024 હશે, અને હું હેન્ડઓવર યોગ્ય રીતે કરીશ.”
આ પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો છે, અને લોકો તેની પર અલગ-અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તેને ફોન આપો અને રોકો”, જ્યારે બીજાએ કહ્યું, “તે બહુ જ કેઝ્યુઅલ લાગ્યું”. તેમ છતાં, ઘણા લોકો આવા પ્રશ્નો સાથે સહમત જણાય છે.