“RBI સોનાની ખરીદી શા માટે વધારી રહી છે? 50 ટન સોનું ખરીદવા પાછળના કારણો”
RBI રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સોનાની ખરીદી વધારીને દેશના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે. રિઝર્વ બેંકનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં 50 ટન સોનું ખરીદવાનું છે. તેનો ઉદ્દેશ્ય ઘટી રહેલા રૂપિયાને અટકાવવાનો, ચલણની વધઘટ સામે રક્ષણ અને વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો કરવાનો છે.
RBI રિઝર્વ બેંકે ઓક્ટોબરથી સોનાની ખરીદીને વધુ તીવ્ર બનાવી છે
જેના કારણે ભારતનું ગોલ્ડ રિઝર્વ વિદેશી મુદ્રા ભંડારનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સપ્ટેમ્બર સુધી, ભારતે 32.63 ટન સોનું ખરીદ્યું હતું, જેના કારણે માર્ચ સુધીમાં કુલ ગોલ્ડ રિઝર્વ $ 52.67 બિલિયનથી વધીને $65.74 બિલિયન થવાની ધારણા છે. સોનાના ભંડારમાં વધારો થવાને કારણે યુએસ ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે અને ચલણની વધઘટને વધુ સારી રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે.
RBI 1991ની આર્થિક કટોકટીમાંથી શીખેલા બોધપાઠને કારણે સોનાનો ભંડાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે સમયે ભારતે તેના વિદેશી મુદ્રા ભંડારને સ્થિર રાખવા માટે 87 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. આ ઘટના ભારત માટે ચેતવણીના રૂપમાં આવી છે, જે બાદ રિઝર્વ બેંકે સોનાના ભંડાર વધારવા પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
રિઝર્વ બેંકનું આ પગલું રૂપિયાના ઘટાડાને રોકવા, વિદેશી મુદ્રા ભંડારને બચાવવા અને વૈશ્વિક આર્થિક સંકટને ટાળવા માટે મહત્વપૂર્ણ છે. સોનાની ખરીદી ભારત માટે નાણાકીય સુરક્ષાની દિશામાં એક મોટું પગલું સાબિત થઈ રહ્યું છે.