C R Patil: પાટીલની વિદાય – નારાજગીનો લાલ ઝંડો
પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં
પાટીલ સામે આટલો વિરોધ કેમ
દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025
C R Patil સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું છે કે, હું જઈ રહ્યો છું. મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીથી છૂટો કરો.
ગુજરાતમાં 4 જાન્યુઆરી 2025થી ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખ માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. 10 તારીખ સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નામની યાદી થશે જાહેર અને 15 જાન્યુઆરી બાદ કોઈપણ ઘડીએ પ્રદેશ ભાજપના નવા પ્રમુખના નામની થશે જાહેરાત.
તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઇ ગઈ, હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે.
સાડા ત્રણ વર્ષ પાટીલ પક્ષ પ્રમુખ રહ્યા તેના અડધા ગુજરાતમાં તેઓ નારાજગી અને બળવો ફંકે એવા કાળા કામો કરતાં ગયા છે. જીતુ વાઘાણી પછી સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ ત્યારે તેમનું કોઈ જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતુ નહોતુ. તેમને દિલ્હીથી સીધા ઉતારી દેવામાં આવ્યા હતા.
C R Patil હમણાં જ દિલ્હીમાં પાર્ટી રાખી જેમાં ગુજરાતમાંથી કેટલાક નેતાઓ હાજર હતા. જેમાં ઉદાય એક હતા.
14 જાન્યુઆરી પછી જાહેર થઈ શકે છે.
પાટીલને પાણી પ્રધાન બનાવી દેવાયા બાદ, તેમના સ્થાને રાજકોટ ઉદય કાનગડ, જગદીશ વિશ્વકર્મા, દેવુભાઈ ચૌહાણ, મયંક નાયક, પૂર્ણેશ મોદી, વિનોદ ચાવડા, ગોરધન ઝડફીયા હોઈ શકે. કોઈ કહી ન શકે.
ભાજપ કોંગ્રેસ મય બની જતાં વિખવાદો વધ્યા છે. શિસ્તના નામે અને અન્ય સમાધાનકારી યુક્તિ પ્રયુક્તિથી વિવાદ પર અંકુશ લાવતા હતા. પણ વિવાદનો અંત નથી આવતો. ભાજપમાં એક બાદ એક આંતરિક વિવાદ સામે આવી રહ્યા .
ભાજપમાં વિવાદનું એપી સેન્ટર વડોદરા બની ગયું છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના વિખવાદોનું એપી સેન્ટર વડોદરા હતું. છેલ્લી 3 ચૂંટણીથી આવું થઈ રહ્યું છે.
વડોદરા
વડોદરા ભાજપમાં પણ આંતરિક વિવાદ 2025માં પણ જોવા મળે છે. વડોદરાના ભાજપના નેતાઓએ હમણાં જ આવી એક વિવાદાસ્પદ બેઠક બોલાવી હતી.
વિવાદો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ. કામ થવા જોઇએ તે થતા ન હોવાથી કેતન ઇનામદારમાં નારાજગી જોવા મળતી હતી.કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકેની છે, તેઓ પોતાના લોકો માટે કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા.
લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો દોર સામે આવ્યો છે
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાત્રે બે વાગે વિધાનસભા અધ્યક્ષ ઈ. મેઈલ મારફતે રાજીનામું આપ્યું છે. બે ટર્મથી ચૂંટાતા સાવલીના ભાજપના ધારાસભ્ય 2012માં સાવલીથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. માન સન્માન જળવાતું ન હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. ઘણા સમયથી પક્ષની નીતિથી નારાજ હતા. કેતન ઇનામદાર અગાઉ 2020 માં પણ રાજીનામું આપ્યું હતું. અધિકારીઓ તેમની વાત સાંભળતા નહીં હોવાનું કારણ આગળ કર્યું હતું. પાછળથી સમજાવટ પછી આ રાજીનામું તેમણે પાછું ખેંચ્યું હતું.
કોરોના કાળમાં ઓકિસજન અને રેમેડી સીવીલ ઇન્જેકશનના કાળા બજાર ના મામલે વિજય રૂપાણી સરકારને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઈનામદાર
ભાજપના ભરતીમેળાથી કાર્યકરો નારાજ છે. આત્મસન્માનથી મોટુ કોઈ નહીં. આત્મસન્માનનો અવાજ ભાજપના અનેક કાર્યકર્તાઓમાં છે. ભરતી મેળાથી ભાજપના કાર્યકરો નારાજ છે. આત્મસન્માનના ભોગે રાજનીતિ ન હોય. મે તમામ સ્તરે મારી રજૂઆત કરી હતી. ભરતી મેળાથી માત્ર પોતે જ નહીં, અનેક કાર્યકરો નારાજ હોવાથી. માનસન્માનને ઠેસ પહોંચી રાજીનામું આપ્યું. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપ પરિવારના જૂના સભ્યો અપમાનિત થઇ રહ્યા છે. ભાજપમાં જૂના કાર્યકરો અપમાનિત થતા હોવાનો ઇનામદારે આરોપ લગાવ્યો હતો. મારા જેવી જ નારાજગી ભાજપના કાર્યકરોના છે. મારા નારાજગીનો અવાજ અનેક કાર્યકર્તાઓનો છે.
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ મધુ શ્રીવાસ્તવે રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો
પૂર્વ મેયર
વડોદરામાં ડો. જ્યોતિ પંડ્યાનો વિરોધ હતો. ભાજપમાં આંતરિક વિખવાદ! વડોદરાનાં પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ભાજપે કર્યાં સસ્પેન્ડ
વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહિલે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના તેઓ મહામંત્રી છે. તેમની એક પોસ્ટે વિવાદ વધાર્યો . વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે. પ્રદેશ અથવા શહેર લેવલે નેતાથી તેઓ નારાજ હોય તે પ્રકારની પોસ્ટ તેમણે મુકતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ભાજપ શાસિત વડોદરા મનપાનો આંતરિક વિખવાદ હવે C R Patil સુધી પહોંચ્યો હતો.
2023ના ભાજપના વિવાદો
પક્ષ પલટુઓ અને પક્ષનો એક જ ધર્મ હોય છે સત્તા અને અહં. જ્યારે સત્તા દેખાતી હોય ત્યારે લાલચુ રાજનેતાઓ પક્ષાંતર કરવાનું એક મિનિટ પણ વિચારતા નથી. પણ જ્યારે પોતાના સ્વમાન ઘવાતું હોય અને રાજીનામું આપી દેતાં હોય એવા મરજીવા રાજકારણીઓ પણ છે. જ્યારે બે નેતાઓના અહંકારને ઠેસ પહોંચતી હોય છે ત્યારે પણ પક્ષને અલવિદા કરી દેતાં હોય.
મહેસાણા
કડીમાં નીતિન પટેલ અને ધારાસભ્ય વચ્ચે હું સાતુંસી થઈ હતી.
પાટણ
લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં વિવાદ છે. હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સામે વિરોધ છે. દશરથજી સગાવાદ કરતા હોવાનો આક્ષેપ. પાયાના કાર્યકર્તાઓની અવગણના થતાનો પણ આક્ષેપ છે.
બનાસકાંઠા
બનાસકાંઠાના દિયોદરમાં ભાજપમાં આંતરિક વિખવાદ
સોજીત્રા નગરપાલિકા સુપરસીડ
સોજીત્રા પાલિકામાં ભાજપના જ છ સભ્યોએ સત્તા મેળવવા કોંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કર્યુ હતું. કોંગ્રેસના સમર્થનથી ભાજપના 6 સભ્યોએ સત્તા મેળવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil ના નિર્ણય સામે પક્ષનો બળવો હતો. ભાજપમાં સત્તાનો સ્વાર્થ પ્રવેશી ગયો હતો. એટલે બળવો થયો હતો.
પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે મુખ્યત્વે રાજકીય ચક્રવ્યૂહ સહિતના આટાપાટાની રમતો થતી હોય છે. હઠાગ્રહ રાજહઠમાં ફેરવાય છે, રાજ હઠ પર ભાજપના અનેક નેતાઓ છે.
2005માં સોજીત્રા ગ્રામ પંચાયતમાંથી પાલિકા મોદીએ બનાવી હતી ત્યારથી વિવાદો હતા.
ભાજપના પ્રમુખની હાર થઈ હતી.
બોરસદ ગુમાવી
અગાઉ બોરસદ પાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી હતી. બોરસદ નગરપાલિકાને પણ બરતરફ કરી હતી. વિવાદ ચાહે બોરસદનો હોય,ઉમરેઠનો હોય કે જિલ્લા પ્રમુખના મત વિસ્તાર સોજીત્રાનો હોય સ્થાનિક આગેવાનો જિલ્લા સંગઠનને ગાઠતાં ન હતા.
સોજીત્રાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પરિસ્થિતિ સ્થિર હોવાનો દાવો કરી રહ્યાં હતા. પણ એવું ન હતું.
રાજકોટ
રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વે, શહેર ભાજપના અગ્રણીઓની મેયર બંગલે મળેલી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયા હતા. શહેર પ્રમુખ મુકેશ દોશીએ ટકોર કરી કે, ધારાસભ્ય દર્શિતાબેન કેમ દેખાતા નથી. વચ્ચે તું તું મેં મેં થઈ હતી.
આ પહેલા જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. બેઠકમાં શહેર પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ ગઈ હતી. ધારાસભ્યએ શહેર પ્રમુખ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપી હતી.
જસદણ
જસદણ તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ હતો. જસદણ તાલુકા ભાજપમાં વિખવાદ ચરમસીમાએ – સોનલ વસાણીનું રાજીનામું હતું.
કલોલ
કલોલ નગરપાલિકાની ચૂંટણીના મુદ્દે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ધારાસભ્ય વચ્ચે તનાવ બહાર આવ્યો હતો. નિતિન પટેલને મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડવી હતી. પણ પક્ષે તેમને ના પાડી દીધી હતી. તેથી વિખવાદો વધ્યા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોકમાં ભાજપની યાદવાસ્થળી કેવી હતી તે ગંદા રાજકારણની સમજ આપે છે.
31 ઓક્ટોબર 2023માં કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરો – સભ્યોએ સાગમટે રાજીનામાં આપી દીધા હતા. અધ્યક્ષ તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણૂક થતા રાજીનામાં ધર્યા હતા. અગાઉ પ્રમુખની નિમણુંકમાં રાજીનામા આપી દેવામાં આવ્યા હતા. સત્તાની સાઠમારી હતી. અસંતોષ હતો. બીજા દિવસે વધુ 3 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા હતા. આ સાથે રાજીનામું આપનારા 12 કોર્પોરેટરો થયા હતા.
જેનો પડઘો ધારાસભ્ય અને ભાજપના નેતા નીતિન પટેલ વચ્ચે જોવા મળ્યો હતો.
અમદાવાદ પશ્ચિમ
દાણીલીમડાના ભાજપના જ કાર્યકરો આક્ષેપ કરતા કહે છે કે, સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ પોતાના ભૂતપૂર્વ પીએનાં એનજીઓને તેમજ પોતાના માનીતાઓની સંસ્થાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. તે રકમમાંથી જ જસદણમાં શૌચાલય બનાવવામાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. એવો આક્ષેપ પણ છે કે જે કંઈ ગ્રાન્ટ અપાતી હતી તેમાંથી 30 થી 40 ટકા રકમ સંસદને પરત આપી દેવાતી હતી.
પ્રમુખ સામે વાંધો
કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલ હતા. અગાઉ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી થઈ હતી ત્યારે પણ આ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા.
ખરેખર તો પક્ષ પ્રમુખને ચૂંટી કાઢવાનો અધિકાર તો કાઉન્સેલરનો છે. પણ ભાજપ હંમેશાં ઉપરથી જ નગરપાલિકાના પ્રમુખ ઠોકી બેસાડે છે.
મહુવા
નવેમ્બર 2022માં મહુવા બેઠક પર ભાજપમાં ભડકો થયો હતો. તેના પડઘા 2024માં પણ પડતા રહ્યા હતા. ઉમેદવારનું નામ જાહેર થતા જ ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા 400 કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા હતા. શીવાભાઈ ગોહિલને ટિકિટ આપતા આવું થયું હતું.
નરોડા
અમદાવાદની નરોડા બેઠક પર પાયલ કુકરાણીને ટિકિટ મળતા નારાજગી જોવા મળી રહી હતી. મહેસાણા ભાજપમાં આંતરિક વિખવાદ છે. ભાજપ શાસિત ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પડી ગયું હતું.
ગુજરાત રાજકારણમાં અત્યારે ધારાસભ્યોના પક્ષાંતરની ઋતુ જામી છે.
ખંભાત
કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.
વિસાવદર
આમ આદમી પક્ષના ધારાસભ્ય ભુપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી રાજીનામું આપ્યું . આ શ્રેણીમાં હર્ષદ રીબડીયાનો પણ સમાવેશ થાય છે.
સુનિયોજિત ઓપરેશન, ભાજપ સિવાયના પક્ષોમાંથી ધારાસભ્યો રાજીનામા આપે અને પછી ભાજપમાં જોડાય તે પક્ષાંતરનું ઓપરેશન છે.ભાજપ સંગઠનમાં પ્રભાવ ધરાવતા પ્રદીપ સિંહ વાઘેલાનું સ્થાન હવે બોધરાને લેવું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તેથી રાજકોટમાં વિવાદો છે.ભાજપ સિવાયના પક્ષોના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે ભરત બોધરાની સૂચક હાજરી જોવા મળી હતી. જે પહેલા જાડેજા હાજર રહેતા હતા.
પક્ષાંતર
ભાજપમાં ભેળવવામાં ભાજપને બહુ રસ છે. જો કે ભાજપની આ માનસિકતાથી ભાજપના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો નારાજ છે. ભાજપમાં જ મૂળ ભાજપના અને આયાતી ઉમેદવારો એવા બે ગ્રૂપોની હાજરી સ્પષ્ટ જોવા મળે છે.
અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો, સાંસદો અને અગ્રણીઓ ભાજપમાં પક્ષાંતર કરીને આવેલા છે. ભાજપનો ખેસ પહેરી લેનારા આ પક્ષબદલુઓમાં મુખ્યત્વે કોંગ્રેસના અને આમ આદમી પક્ષના છે. તેમની સામે કાર્યકરોને વાંધો છે.
ગુજરાતમાં ભાજપ વિધાનસભામાં ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને જીત્યા પછી પણ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે 25 હજાર લોકોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવ્યું છે.
પક્ષાંતરથી કાર્યકરો નારાજ હોવાથી તેની રણનીતિના રૂપમાં ગ્રામીણ વિસ્તારોની તેની વોટબૅન્ક ઓછી હોવાથી હવે ગામડા ભાજપે યાત્રા કાઢવી પડી હતી.
ભાજપનો દાવો છે કે આ વખતે પણ ભાજપ 26માંથી 26 બેઠક 5 લાખની સરસાઈથી જીતશે. પણ કાર્યકરોના દીલ જીતી શક્યા નથી. તેથી લીડ ન મળી તે પાટીલની મોટી હાર છે.
સેમી અર્બન અને રૂરલ વિસ્તારમાં ભાજપ વિરોધી વોટની સંખ્યામાં ઘટાડો નથી થયો, જે 2022ના વિધાનસભાનાં પરિણામોમાં જોવા મળે છે. આવું લોકસભામાં થઈ શકે છે.
વિકાસ માટે ઉદ્યોગોને જમીન અપાઈ રહી છે પણ ગામડાંમાં રોજગાર નથી વધ્યો. ખેડૂત ભાજપથી વિમુખ છે. ગામડાંના કાર્યકરો આ કારણે દુઃખી છે. આપ પક્ષને ગામડાંમાં 14.6 ટકા અને સેમી અર્બન એરિયામાં 10.7 ટકા મત મળ્યા હતા.
પછાત
ગુજરાતમાં ઓબીસીની વસ્તી 52 ટકા છે. જે ભાજપથી ઘણે અંશે નારાજ છે. ગ્રામ્ય વિસ્તારમાં વસતા ભાજપના કાર્યકરો લોકોના સવાલોનો સામનો કરી રહ્યાં છે.
કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા છે ત્યારથી ભાજપના કાર્યકરો નારાજ છે.
વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપ લગાવ્યો હતા. સુરતના કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાવળિયાએ કહેવું પડ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ તો હું જ છું અને રહીશ.
ભાજપના જ પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયા સામે ભાજપના જ પૂર્વ મહામંત્રીએ આક્ષેપ કર્યા હતા.
જસદણ ભાજપમાં જૂથવાદમાં ભુપતભાઈ કેરાળીયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આમને-સામને હતા.
મનસુખ વસાવા
ભરૂચ વિસ્તારમાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુબ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખનન, જીઆઇડીસીમાં કોન્ટ્રાક્ટ વેગેરે જેવી બાબતોને લઈને ભાજપના નેતાઓના આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. મનસુખભાઇ વસાવા પણ આ વિખવાદના ભોગ બન્યા છે. જેથી તેમને પણ આ વખતે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી હતી.
આંતરિક વિખવાદ ખુલ્લો પડી ગયો છે. જેથી લોકો પણ કંટાળી ગયા છે.
મનસુખ વસાવા પણ ભાજપના સ્થાનિક વિખવાદોથી કંટાળી ગયા છે.
ચંદ્રકાંત પાટીલના નવસારીમાં વિવાદો છે.
નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપમાં જોડાયા બાદ વિખવાદો થતાં રહે છે.
વલસાડ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર પ્રવીણ કચ્છી પોતાના માથાના અડધા વાળ અડધી મૂછો અને અડધી દાઢીનું મુંડન કરાવ્યું હતું. નારાજ થઈને આ વિચિત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાજપમાં અલ્પેશ ઠાકોર સામે આંતરિક વિરોધ છે. ત્યાંના લોકોને સેટ નથી થતું.
ઘણા નેતાઓ સામે C R Patil પક્ષપાતી બન્યા હોવાથી નારાજ છે.
પક્ષપલ્ટુઓ પર ભાજપ મહેરબાન થઈ છે. સંનિષ્ઠ અને પાયાના કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. નેતાઓ ભાજપના ગાંધીનગર કાર્યાલય ખાતે રજૂઆત કરીને થાક્યા છે.
પાદરા, વાઘોડિયા અને કરજણ બેઠક પર પણ કાર્યકરો નિરાશ થયા છે. ટિકિટ કપાતા દબંગ લોકો ગુસ્સે ભરાયા છે. વાઘોડિયા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપને નુકસાન કરી શકે છે.
ભાજપના રિપીટ ઉમેદવાર સામે વિપુલ ચૌધરીને મેદાને ઉતર્યા હોવાથી ઉત્તર ગુજરાતમાં અંદરથી વિરોધ છે. બોટાદમાં નવા ચહેરા સામે કાર્યકરોનો વિરોધ રહ્યો છે. ઘનશ્યામ વિરાણી હારી ગયા હતા. ઉમેશ મકવાણા સામે લડાઈ હતી.
બોટાદ: ગઢડા નગરપાલિકામાં ભાજપમાં વિખવાદ, નગરપાલિકા સભ્યએ રાજીનામુ આપ્યું.
વિજાપુર વિધાનસભા બેઠક પર સ્થાનિક કાર્યકરોમાં કચવાટ આજે પણ ચાલે છે.
C R Patil રૂમાલ રાખીને ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે અંબરીસ ડેરે મેળવી હતી. પણ કાર્યકરો તે વાત ચલાવી લેવા તૈયાર નથી. કોંગ્રેસ છોડી રહ્યા છે. અનેક કોંગ્રેસ નેતાઓએ પક્ષાંતર કરીને ભાજપનો ખેસ પહેરી લીધો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ C R Patil અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે.
2002થી લઈને અત્યાર સુધી લગભગ સો જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં પક્ષાંતર કર્યું છે ત્યાં ભાજપના મૂળ કાર્યકરો ખુશ નથી. ભાજપના કાર્યકર્તાઓને હવે લાગે છે કે બહારથી આવેલા લોકો તેમનામાંથી ભાગ પડાવે છે. અસંતોષ હોય, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ જાહેરમાં વિરોધ કરતાં નથી.
નનામી પત્રિકા
રાજકોટમાં અનામી પત્રિકા વાયરલ થઈ હતી. જેમાં પક્ષનો વિશ્વાસુ ‘એક ગાભા મારુ કાર્યકર’ના નામથી આ પત્રિકા લખવામાં આવી છે. આ પત્રિકા પ્રદેશ પ્રમુખ C R Patil ને સંબોધીને લખવામાં આવી હતી.
C R Patil કેટલાક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ-નિગમ સહિત પક્ષ અને સંગઠનમાં જે મહત્વના હોદ્દા આપવામાં આવે છે.
જેને કારણે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરો માટે ખુરશીને ગાભા મારવાની સ્થિતિ પેદા થઈ છે. ભાજપના જૂના કાર્યકર્તાને લોકો સોશિયલ મીડિયામાં ‘ગાભામારુ’ તરીકે સંબોધીને મશ્કરી કરતા જોવા મળે છે.
અસલી કાર્યકરોને અનામત આપો
ગુજરાત ભાજપ સંગઠનમાં મૂળ લોકો માટે 14 ટકા અનામતની જોગવાઈ કરવાની માંગણી કરી હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ માટે 40 ટકા અનામતની રમત બતાવી હતી. પક્ષ ફંડ આપતા લોકો માટે 30 ટકા અનામત રાખવામાં આવે.
નવા જોડાયેલા સેલિબ્રિટી કે ઘરવાપસી થયેલા હોય તેવા લોકો માટે 16 ટકા અનામત રાખવી જોઈએ.
આ જ પ્રકારની વધુ એક પત્રિકા સુરતમાં પણ વાયરલ થઈ હતી.
વિખવાદો અને ચૈતર વસાવાને કારણે ભાજપે ભરૂચમાં મનસુખ વસાવાને રિપીટ કરવા પડ્યા છે.
પૂનમ માડમને પડતાં મુકાવાની અટકળો વચ્ચે ભાજપે ત્રીજી વખત ટિકિટ કેમ આપી?
કૉંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં એક જ ધારાસભ્ય બાકી રહે છે અને તે છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. ધારાસભ્યો ભાજપમાં પક્ષાંતર કરી ગયા હોવાથી તેની સામે ભારે વિરોધ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં ગયા હતા.
પક્ષ બહારથી આવેલા નેતાઓને પદ મળી જાય છે, તેને કારણે ભાજપના નાના કાર્યકર્તાઓમાં કચવાટ પેદા થયો છે.
સુરત શહેર યુવા ભાજપના પૂર્વ મહામંત્રી મોનિલ ઠાકર પણ નારાજ હતા. ખરાબ લોકોને પક્ષમાં લેવાયા છે. માપદંડ નક્કી થવો જોઈએ. તેઓ કાર્યકરોના નેતા બની જાય છે, જે વર્ષોથી તેમની સામે લડ્યા હતા. જેને કારણે ભાજપના જૂના કાર્યકર્તાઓના નૈતિક બળ તૂટી ગયું છે. સ્વાભિમાન પણ ઘવાય છે.
કાર્યકર આજે નહીં તો કાલે તક મળશે તેવી આશામાં પક્ષનું કામ કરે છે. જેઓ ભાજપને અપશબ્દો કહેતા હતા, તેઓ આજે તેમના નેતા બની ગયા છે.
C R Patil , મોદી અને શાહનું રાજકારણ છે. ભાજપની આ પાવરગેમ છે. સત્તાનાં સમીકરણો જ ધ્યાને લેવાય છે. કાર્યકરો નારાજ હોય તો તેઓ સીધો વિરોધ વ્યક્ત કરી શકતા નથી.
વિજય રૂપાણી જૂથ
જ્યારથી C R Patil ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી રાજકોટ ભાજપમાં રૂપાણી જૂથને સાઇડલાઇન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આ પત્રિકા જેવો સંતોષ અવારનવાર પ્રગટ થતો રહે છે.
C R Patil અંદરખાને નારાજગી છે પણ બહાર અસંતોષ દેખાતો નથી. ભયને કારણે પણ કોઈ પક્ષ સામે બોલવા તૈયાર નથી. પહેલાં કોઈ કાર્યકર્તાઓને ટિકિટ ન મળે તો કાર્યાલયે દેખાવો થતા હતા આજે કોઈની બોલવાની હિંમત નથી.
રાજકોટના કાર્યકર્તાઓએ કિરણ પટેલને લોકસભાની ટિકિટ આપી તો કાર્યકર્તાએ તેમને હરાવીને પરચો આપ્યો હતો. આજે રાજકોટ બહારના એવા પરશોત્તમ રૂપાલાને ટિકિટ મળી છે, તો વિરોધ કરનારું કોઈ નથી. રાજકોટની નેતાગીરીને કટ ટુ સાઈઝ કરી દેવામાં આવી છે. જેને કારણે કાર્યકર્તાઓમાં છૂપો અસંતોષ છે.
રાજકોટ કોંગ્રેસના નેતા અને શહેરના પૂર્વ મેયર અશોક ડાંગર એક સમયે કૉંગ્રેસથી નારાજ હતા અને તેઓ તેને કારણે ભાજપમાં ગયા હતા. પરંતુ ભાજપ માફક નહીં આવતા તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા બાદ તરત જ કહ્યું કે, માણાવદરથી ચૂંટણી લડીશ. કોંગ્રેસ મૂળ ધરાવતા ભાજપના નેતા જવાહર ચાવડાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જવાહર ચાવડાનું શું થશે?