Ahmedabad: અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો ભાજપના મેયર ફંકી મારશે
અમદાવાદ, 1 જાન્યુઆરી 2025
Ahmedabad અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જેની અબજો રૂપિયા કિંમત થાય છે. એક મિટરનો સરેરાશ રૂ. 1 લાખ ભાવ શહેરમાં ચાલે છે. 10 હજાર મિકલતોની કિંમતનો અંદાજ મૂકવામાં આવે તો, રૂ. 25 હજાર કરોડથી 45 હજાર કરોડ હોઈ શકે છે.
શહેર આયોજન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં મિલકત વિભાગના અધિકારીઓ શહેરના 7 વિભાગ દીઠ મિલકતની વિગત આપી શકયા ન હતા.
Ahmedabad વાર્ષિક કે માસિક ભાડેથી આપવામા આવી હોય તેવી બાંધકામ સાથેની અને પ્રીમીયમ વગરની 2734 દુકાનો છે. જમીનો ભાડે આપવામા આવી હોય તેવા 147 પ્લોટ છે. 1196 નિર્વાસિત સિંધી વેપારીઓ અને પરિવારોને જમીન, દુકાન અને મિલકત ભાડે આપવામાં આવી છે.
કુલ 4077 માલિકી હક આપવાની જાહેરાત સપ્ટેમ્બર 2020માં રાજય સરકારે કરી હતી.
અધ્યક્ષ પ્રતિશ મહેતા દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મિલકતોમાં ભાડુઆતની વિગતો માંગવામાં આવી હતી. કબજેદાર અને શરત ભંગની વિગત માંગતા અધિકારીઓ આપી શકયા નહતા.
હવે પછી બેઠક મળે એટલે તે વિગતો આપવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી.
2020માં 99 વર્ષના ભાડાપટ્ટે વેપારી મિલકતો આપવાની હતી. જેમાંથી વર્ષે રૂ. 500 કરોડની ભાડાની આવક થવાની હતી.
ખડી સમિતિના અધ્યક્ષ અમુલ ભટ્ટે જાહેરાત કરી હતી કે, 10 હજારથી વધારે મિલકતો છે. જે ભાડુઆતને 99 વર્ષના ભાડા પટ્ટે અપાશે.
જંત્રીની રકમની ગણતરીથી આવકમાં 500 કરોડનો ઉમેરો થવાનો હતો.
અમદાવાદ શહેરની સરકારે રાજ્ય સરકારને 2013માં દરખાસ્ત મોકલી હતી. ભાડાની મિલકતો વેચી દેવા માટે નિયમ બનાવવાઠરાવ કરીને મોકલ્યો હતો.
શહેરમાં 6 ઝોનમાં નિર્વાસિતોને અપાયેલી વેપારી મિલકતો 4835 છે. અન્ય નાગરિકોને આપેલી મિલકતો 10 હજાર છે.
ભાડુઆતો મિલકત વેરો ભરતા નથી. વેરા સાથે હોવાથી ભાડુ વસુલી શકાતું નથી. 99 વર્ષના ભાડા પટ્ટે આપીને મિલકતોનું ભાડુ લેવાનું નક્કી થયું હતું.
99 વર્ષના ભાડા પટ્ટે ન લેતો જંત્રીના 15 ટકા લેખે ભાડું ચૂકવવાનું નક્કી કરાયું હતું.
હાલ મિલકતોનું ભાડુ રૂ. 5 થી લઇને રૂ. 15000 છે. બે વર્ષનું ભાડું ભરી દે તો તેના નામે મિલકત કરી આપવાનું નક્કી કરાતાં ભારે વિરોધ થયો હતો. ભાડું ન ભરે તો 12 ટકા વ્યાજ વસુલવાનું નક્કી કરાયું હતું.
બજારોના ભાડૂઆતો
સીજી રોડ મ્યુનિ.માર્કેટ
મ્યુનિ. ઉસ્માનપુરા, ઔડા
ફિશ માર્કેટ, મિરઝાપુર
મટન માર્કેટ, મિરઝાપુર
લાટી બજાર, જમાલપુર
દિલ્હી દરવાજા
ફટાકડા માર્કેટ,પ્રેમદરવાજા
સુવિધા કોમ્પ્લેક્સ, પરિમલ અડંર પાસ
કર્ણાવતી પગરખાં બજાર
મ્યુનિ. પાસેની મિલકતો
ઝોન પ્રમાણે મિલકતો
ઉત્તર 917
દક્ષિણ 511
પૂર્વ 194
પશ્ચિમ 303
ઉત્તર પશ્ચિમ 1
દક્ષિણ પશ્ચિમ 0
મધ્ય ઝોન 2909
કુલ 4835
નિષ્ફળતા
મે 2024 સુધીમાં કોઈ મિલકત વેચાઈ નહીં.
સીજી માર્ગ પર મ્યુનિસિપલ માર્કેટ, કાલુપુરમાં ફ્રૂટ માર્કેટ અને મિર્ઝાપુરમાં માંસ બજાર સહિત કેટલાક જાણીતા સ્થળોની દુકાનો વેચવાની હતી. પણ કોઈએ આ મિલકતો ખરીદી નથી.
ચાર દાયકા પહેલા લીઝ પર આપવામાં આવેલી આ મિલકતો માટે દર મહિને રૂ. 10 થી રૂ. 1,000 ભાડું આપે છે. જે તેમને માટે મોટો ફાયદો છે. કારણ કે વર્ષે રૂ. 5થી 10 હજારનો મિલકત વેરો ભરવો પડતો નથી.
ભાડાની ગણતરી જંત્રીના 15%ના દરે બે ગણાં કરવાના હતા. જો તેમ ન કરે તો તે મિલકતો અમદાવાની સરકાર કબજો કરી લેવાની હતી. પણ એમ કરવામાં ભાજપના સત્તાધિશો સાવ નિષ્ફળ રહ્યાં હતા.
શહેરમાં 4,000 દુકાનો, વેરહાઉસ અને જમીન વિસ્થાપિતો અને અન્ય નાગરિકોને ભાડે આપ્યા છે.
ભાડૂતોએ આ મિલકતો ખરીદવાની માંગ પણ કરી હતી. લગભગ 45 વર્ષ પછી, સરકારે લીઝધારકોને કાયદેસર રીતે માલિક બનવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.
2013માં, AMC એ માલિકીના અધિકારો આપવા માટે એક નીતિ બનાવી, જેને સરકારે 2020 માં મંજૂરી આપી.
ઓગસ્ટ 2020માં રાજ્ય સરકારે 99 વર્ષની લીઝની મુદત માટે મિલકતોને નિયમિત કરવાની નીતિ જાહેર કરી. જેમાં 30 વર્ષ કે તેથી વધુ સમય માટે લીઝ પર આપવામાં આવેલી મિલકતોને જંત્રી દરના 30% સાથે બાંધકામની કિંમતની ગણતરી કરીને નિયમિત કરવાની હતી.
માર્ગમાં કપાત, સબ-લેટ હોવાથી ઘણાંને ખરીદવામાં રસ ધરાવતા નથી.
પ્લોટ બિલ્ડરોને
20 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ શહેરનાં પ્રજાના જાહેર ઉપયોગ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ ખાનગી બિલ્ડરોને આપવા નક્કી કરાયું હતું.
અમદાવાદ શહેરની માલિકીના 4004 પ્લોટ છે. 143માં દબાણ થઈ ગયા છે.
દિવાલ
કમ્પાઉન્ડ વોલ ન હોવાને કારણે દબાણ થાય છે. 1490 પ્લોટમાં કમ્પાઉન્ડ દિવાલ છે, 2050 પ્લોટમાં દિવાલ બનાવાઈ નથી.
વોર્ડ ઇન્સ્પેક્ટરે વોર્ડમાં આવેલા પ્લોટમાં દર અઠવાડિયે એક વાર સ્થળની મુલાકાત લેવા આદેશ કર્યો હતો. તેની લોગ બુકમાં નોંધ કરવાની હતી.
ઝોનમાં ગેરકાયદેસર દબાણ
મધ્ય ઝોન 91
પૂર્વ ઝોન 30
ઉત્તર પશ્ચિમ ઝોન 18
પશ્ચિમ ઝોન 4
પ્લોટો
અમદાવાદ શહેર 2315 ચોરસ કિલોમીટરનું છે. એક ચોરસ કિલોમીટરે 10 લાખ ચોરસ મિટર જમીન થાય છે. 2315 ચોરસ કિલો મીટર પ્રમાણે 231 કરોડ 50 લાખ ચોરસ મિટર જમીન થાય છે. તેમાં 15થી 20 ટકા જમીન વેંચી નાંખવામાં આવે છે. મતલબ કે જો 10 ટકા જમીન વેચે તો તે 23 કરોડ 15 લાખ ચોરસ મિટર જમીન થાય છે. અને 20 ટકા વેચે તો 46 કરોડ 30 લાખ ચોરસ મિટર જમીન થાય છે.
એક ચોરસ મિટરનો સરેરાશ રૂ. 50 હજાર હાલનો ભાવ ગણવામાં આવે તો તે રૂ. 1,15,75,000 કરોડ રૂપિયાની હાલની જમીન થવા જાય છે. રૂ. 116 લાખ કરોડની જમીનોની બજાર કિંમત થાય છે. આ જમીન વેચવામાં મોટો ભ્રષાટાચાર થાય છે. વળી ખેડૂતો પાસેથી આંચકેલી જમીન ખરેખર તો વેચવી તે અનૈતિક છે. જે જાહેર હેતુ માટે જ લીધી હોય છે અને જાહેર હેતુ માટે જ વપરાવી જોઈએ.
અમદાવાદ શહેરનો વિસ્તાર 449 ચોરસ કિલોમીટર છે.
અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોના 169 ગામ અને 5 વિકાસ કેન્દ્રનો 1866 ચોરસ કિલોમીટર વિસ્તાર છે.
પ્લોટનો નિકાલ ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવે છે. કેડસ્ટ્રલ બ્લોક્સ, પાર્ક, રસ્તા જેવી સામાજિક સુવિધાઓ પૂરી પાડવા માટે દરેક જમીનમાલિક કે ખેડૂત કે બિલ્ડર પાસેથી 100 ટકા જમીન આંચકી લઈને તેને 50 ટકા જમીન પરત કરવામાં આવે છે.
આંચકેલી જમીનનો ઉપયોગ
રસ્તા 15%
વેચાણ 15%
નબળા વર્ગ 10%
સાર્વજનિક ઉપયોગ 5%
બગીચાઓ, ઉદ્યાનો, ખુલ્લી જગ્યાઓ અને રમતના મેદાનો માટે 5%
ગુજરાત સરકારે જુલાઈ 2020માં અમદાવાદ અને તેની આસપાસના શહેરી માળખાકીય વિકાસ માટે છરોરી, કલાણા અને સનાથલ જેવા 7 નવા TPSને મંજૂરી આપી હતી. કલાણા ગામમાં વિકાસ માટે 600 હેક્ટર જમીન પડી છે. જેમાં આ યોજના હેઠળ, AUDA અને AMC જેવા સત્તાવાળાઓને જાહેર ઉપયોગ માટે 215 પ્લોટ મળ્યા છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે આશરે 25 હેક્ટર જમીનને રહેણાંક એકમો તરીકે વિકસાવવામાં આવશે. વધુમાં, અંદાજે 48 હેક્ટર જમીનનો ઉપયોગ ઉદ્યાનો, રમતના મેદાનો અને અન્ય સામાજિક માળખાના વિકાસ માટે કરવામાં આવશે. આ ઉપરાંત અંદાજે 68 હેક્ટર જમીન વેચી દેવાશે.
હરાજી
13 જુલાઈ 2023માં મિલકત વેરો ન ભરેલો હોય એવી 553 નાગરિકોની મિલકતોની હરાજી કરવાની હતી.
લો ગાર્ડન શોપ્સ એન્ડ ઓફિસ કોમ્પલેક્ષ ઓનર્સ એસોસિયેશનનો 50,44,496 રૂપિયા,
લો ગાર્ડન શોપ્સ એન્ડ ઓફિસ કોમ્પલેક્ષ ઓનર્સ એસોસિએશન બ્યુટી પાર્લર 10,43,357 રૂપિયા,
સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો અરવિંદ ફેશન લિમિટેડ 23,32,349 રૂપિયા,
સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો કનુભાઈ ભાટિયા ઈમેજ 20,14,673 રૂપિયા
સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો કનુભાઈ ભાટિયા ઇમેજ 20,16,099 રૂપિયા ટેકસ બાકી હોવાથી આ પાંચ પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પણ શહેરની માલિકીની મિલકતોની ભાડાની મિલકતોની હરાજી શહેરની સરકાર કરતી નથી.