ગઈકાલે રાપરમાં યોજાયેલી સભામાં જીતુ વાધાણીએ મુસ્લિમ સમાજના આગેવાન સ્વ. ઇભલા શેઠ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા જેને કારણે જીતુ વાધાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
જીતુ વાઘાણીએ મુસ્લિમ સમાજના આગેવાન સ્વ. ઇભલા શેઠ વિશે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દો બાદ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, આ અંગે જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે.
રાપરમાં યોજાયેલી સભામાં જીતુ વાઘાણીએ સંબોધન દરમિયાન સ્વ. ઇભલા શેઠને દાણચોર અને લુખ્ખો કહેતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.