Sir Garfield Sobers Trophy: ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે 4 સ્ટાર ખેલાડીઓ શોર્ટલિસ્ટ, એક ભારતીય પણ સામેલ
Sir Garfield Sobers Trophy:ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે ચાર અગ્રણી ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, ઈંગ્લેન્ડના હેરી બ્રુક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ 2024માં પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓને પ્રભાવિત કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવશે.
શું જસપ્રીત બુમરાહને મળશે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી?
Sir Garfield Sobers Trophy:આ વર્ષે, ભારતીય ટીમે 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જેમાં જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન હતું. તેણે 15 વિકેટ લઈને તેની ટીમને ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય બુમરાહે ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તેને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહની શાનદાર ટેસ્ટ કારકિર્દી
ટેસ્ટ ક્રિકેટમાં પણ જસપ્રિત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં. અત્યાર સુધી તેણે 44 ટેસ્ટ મેચોમાં 203 વિકેટ લઈને ભારત માટે મુખ્ય ઝડપી બોલર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. 2.76 ની ઇકોનોમી અને 19.43 ની એવરેજ સાથે, તેને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ બોલરોમાંથી એક ગણવામાં આવે છે.
https://twitter.com/ICC/status/1873640427917561895
શું બુમરાહને ICCનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળશે?
હવે સવાલ એ ઊભો થાય છે કે શું બુમરાહ આ વર્ષે ICCના બે મોટા પુરસ્કારોમાંથી એક કે બંને જીતી શકશે – ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર.