Cyber Attack: જાપાન એરલાઇન્સ પર સાયબર હુમલો, ફ્લાઈટ્સ અને ટિકિટ વેચાણ પર અસર
Cyber Attack: જાપાન એરલાઈન્સ પરના સાયબર હુમલાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અસર થઈ છે. આ સાથે ટિકિટનું વેચાણ પણ બંધ કરવું પડ્યું હતું. કંપનીએ એક નિવેદન જારી કરીને મુસાફરોને થઈ રહેલી અસુવિધા માટે માફી માંગી છે.
એરલાઈને માહિતી આપી હતી આના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થવાની આશંકા છે. સવારે 8:56 વાગ્યે, સમસ્યાનું કારણ ઓળખવામાં આવ્યું અને સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી.
ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ
તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે આજે ટિકિટનું વેચાણ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં સમસ્યાને કારણે કેટલાક જાપાની એરપોર્ટ પર એક ડઝનથી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જો કે, કોઈ મોટી ફ્લાઈટ રદ કરવામાં આવી નથી અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
આર્થિક અસર
આ ઘટના પછી, જાપાન એરલાઇન્સના શેરમાં સવારના ટ્રેડિંગમાં 2.5% ઘટાડો થયો, પરંતુ પછીથી થોડો સુધારો જોવા મળ્યો.
કંપનીએ કહ્યું કે સિસ્ટમ રિકવરી ચાલી રહી છે અને મુસાફરોને થતી કોઈપણ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.