Plane Crashes In Kazakhstan : અઝરબૈજાનથી રશિયા જઈ રહી હતી ફ્લાઈટ, કઝાકિસ્તાનમાં ક્રેશ, 66 લોકોના મોત
અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશમાં 72 મુસાફરોમાંથી 66 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોને જીવતા બચાવવામાં આવ્યા
કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ પાસે ઈમરજન્સી લેન્ડિંગ વખતે આ દુર્ઘટના ઘટી, જેના કારણની તપાસ ચાલુ
Plane Crashes In Kazakhstan : અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશનો મામલો સામે આવ્યો છે. આ વિમાને બાકુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જેમાં 72 થી વધુ મુસાફરો હતા. આ પ્લેન રશિયાના ચેચન્યામાં ગ્રોઝની જવાનું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે બુધવારે અહેવાલ આપ્યો હતો કે 72 થી વધુ લોકો સાથેનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું છે, છ મુસાફરો બચી ગયા છે, જ્યારે ડઝનેક લોકોના મોતની આશંકા છે. અક્તાઉ એરપોર્ટ નજીક વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. બાદમાં સ્પષ્ટ થયું કે આ વિમાન દુર્ઘટનામાં 66 લોકોના મોત થયા છે.
એમ્બ્રેર 190, અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 8243માં ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. જણાવવામાં આવ્યું હતું કે કઝાક શહેર અક્તાઉથી લગભગ 3 કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંભવિત તકનીકી સમસ્યા સહિત ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે બાદમાં જણાવ્યું હતું કે ફાયર સર્વિસે ક્રેશ પછી ફાટી નીકળેલી આગને ઓલવી દીધી હતી અને બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.