મોસ્કો : બેટન રશિયા ઍરિયામાં ઍક ઍફર્ટ દરમિયાન અમેરિકાની જિમ્નાસ્ટ સેમ સેરિયોના બંને પગ તુટી ગયા હતા. ઓબર્ન યુનિવર્સિટીની વરિષ્ઠ પ્લેયર સેમ ડબલ ફ્રન્ટ ફિલપ કરવાનો પ્રયાસ કરી રહી હતી, જો કે મેટ પર લેન્ડિંગ વખતે તેના પગ લપસ્યા અને તેના કારણે તેના બંને પગ તુટી ગયા હતા. પોતાને થયેલી ઇજાથી સેમ ઘણી નિરાશ થઇ હતી અને તેણે કહ્યું હતું કે ગઇકાલનો દિવસ ઍક જિમ્નાસ્ટ તરીકે મારો અંતિમ દિવસ હતો. 18 વર્ષો પછી આખરે હું મારી જસને હેંગર પર લટકાવી રહી છું. આ દરમિયાન હું ઍ વ્યક્તિનો આભાર માનવા માગુ છું જેના કારણે હું અહીં સુધી પહોંચી.
સેમે કહ્યું હતું કે આ પ્રકારે નિવૃત્ત થવાનું મે કદી વિચાર્યુ નહોતું. પણ કહેવાય છે ને કે ક્યારેય કંઇ યોજના અનુસાર નથી થતું. ઓબર્ન પરિવારનો આભાર, હું મારી ટીમ સાથે છેલ્લા ચાર વર્ષોથી નૌકાદળ અને અોરેન્જ ઍયૂનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મેળવી ચુકી છું. જે દરેકને નથી મળતું.