Surat: સાયબર ફ્રોડનો ભાંડો ફોડતું સુરત સાયબર ક્રાઈમ સેલ, બેન્ક એકાઉન્ટ ભાડે રાખી ખેલાયો હતો કરોડો રુપિયાનો ખેલ
Surat અમરોલીમાં રહેતા અતુલ કાંતિલાલ શાહને સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ ગઠિયાઓએ શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ રોકાણોના નામે. 74,13,321 જમા કરાવી લીધા હતા. બાદમાં રૂપિયા બાદમાં રૂપિયા 1. કરોડ 97,321 વીડ્રો કરાવી દીધા હતા ત્યાર પછી રૂપિયા 72 લાખ 20 હજાર વિડ્રો નહીં કરવા દઈને છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં પોલીસે અમિત કનૈયાલાલ કનકડીયા. પુનિત પોળ ને ઝડપી પાડ્યા હતા. અમિતે પોતાનું બેંક એકાઉન્ટ રૂપિયા 20,000માં ભાડે આપ્યું હતું. તેના એકાઉન્ટમાંથી રૂપિયા 85 લાખ 49,166નું ટ્રાન્જેક્શન થયું હતું.
ઠગો એ આઠ દિવસમાં જ 1.17 કરોડ પડાવી લીધા
Surat વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર બે આરોપી ઝડપાઈ ગયા હતા વેસુ ટી એમ પી સ્કૂલ પાસે રહેતા 61 વર્ષે વૃદ્ધને 8 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓ એ રૂપિયા 1.71 કરોડ પડાવી લીધા હતા. આ વૃદ્ધે જીવનભર ની કમાણીથી 1.95 કરોડનો પોર્ટ ફોલીયો બનાવ્યો હતો.
મસુરત સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામાં બે આરોપીએ મુકેશ ગગન પટેલ અને મેહુલ રણછોડ પટેલેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ સાયબર ફ્રોડમાં મુકેશ પટેલ પોતાનું બેંક એકાઉન્ટ 10,000ના ભાડા પર મેહુલ પટેલે આપ્યું હતું.આ એકાઉન્ટમાં વેસુના વૃદ્ધ પાસેથી. 4,77, ટ્રાન્સફર કરાવ્યા હતા. આ એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 29,93,3002 નું ટ્રાન્જેક્શન થયું હતું. પોલીસે આ એકાઉન્ટમાં રહેલા રૂપિયા 8 લાખ સીઝ કરાવી દીધા હતા. આ કેસમાં હજુ પણ પોલીસ તપાસ ચાલુ છે.