Surat: સુરતના લંબેહનુમાન રોડ પરની વર્ષો જૂની દરગાહ રાતોરાત હટાવાઈ,બૂલડોઝર ફેરવાયું
Surat સુરતના વરાછા vવિસ્તારનાં લંબેહનુમાન રોડ પર આવેલી વર્ષો જૂની દરગાહને રાતોરાત ઓપરેશન ડિમોલિન કરીને હટાવી દેવામાં આવી છે અને રાતો રાત આ જગ્યા પર રસ્તો બનાવી મેટ્રોને સોંપી દેવામાં આવી છે.
સુરતના લંબેહનુમાન રોડ, ખારવા ચાલની બરાબર સામે આવેલી દરગાહ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની ગેરહાજરીમાં આ ઓપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ડિમોલિશન દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવાય તમામના મોબાઈલ ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોબાઈલ ફોન બંધ કરવા પાછળનું કારણ એ હતું કે કોઈ અધિકારી કે કર્મચારી ડિમોલિશનની વાડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકે નહીં. માત્ર બેથી ત્રણ અધિકારીઓના જ મોબાઈલ ચાલુ રાખવામાં આવ્યા હતા. ખૂબ જ ગુપ્ત રીતે રાત્રે 11 વાગ્યા પછી દરગાહને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.
ઓપરેશન ડિમોલિશન દરમિયાન પોલીસ અને મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાડીઓ અને લોકોની અવરજવરને પણ અટકાવી દેવામાં આવી હતી.હવે આ દરગાહની જગ્યા સહિત આજુબાજની ખૂલ્લી જગ્યા સુરત મેટ્રો ટ્રેનને સોંપી દેવામાં આવી છે. સુરતમાં આ પહેલા રીંગ રોડ પર આવેલી બે દરગાહને તોડી પાડવામાં આવી હતી.