e sarkar portal : “ઇ-સરકાર”: ફાઇલના સ્ટેટસ માટે હવે માત્ર એક ક્લિક!
“ઇ-સરકાર”નો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાઓને ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ અને રેકોર્ડ મેનેજમેન્ટ દ્વારા આધુનિક બનાવવાનો
“પેપરલેસ ગવર્નન્સ” દ્વારા રાજ્યના રેકોર્ડ્સ અને ફાઇલોને સલામત રીતે જાળવી અને પારદર્શિતા વધારવામાં આવી
ગાંધીનગર, સોમવાર
e sarkar portal : ગુજરાત સરકારની “ઇ-સરકાર” પહેલ ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવી, કાર્યક્ષમતા વધારવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. 2021થી 2024 સુધીના સમયગાળા દરમિયાન, ઇ-સરકાર પ્રોજેક્ટ દ્વારા લગભગ 1 કરોડથી વધુ ઇ-ટપાલ્સ અને 31 લાખથી વધુ ઈ-ફાઇલો બનાવવામાં આવી છે. આ ઉપરાંત, 1.20 લાખથી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવી છે, જે પ્રોજેક્ટની સફળતા અને તેની કાર્યક્ષમતા માટે અનુકૂળ સાબિત થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, “સુશાસન સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના તમામ 26 સરકારી વિભાગો, કલેક્ટર કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ અને જિલ્લામાં કાર્યરત વહીવટી કચેરીઓને આ પ્લેટફોર્મમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
ઇ-સરકારનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાઓને પૂરું પાડવું અને તેમને એકીકૃત ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સિસ્ટમ અને રેકોર્ડ મેનેજમેન્ટ દ્વારા વધુ આધુનિક બનાવવા છે. આ પ્લેટફોર્મના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી વધારી છે. આ પહેલને 2022માં “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” અને 2024માં “ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ” એવોર્ડથી માન્યતા મળવી છે.
હાલમાં, ઇ-સરકારમાં નાગરિકોને આર.ટી.આઈ. સબમિશન, મેટાડેટા અને ટ્રાન્ઝેક્શનલ ડેટાને ઝડપી અને સચોટ રીતે પુનઃપ્રાપ્ત કરવા, અને વધુ અનેક સુવિધાઓ આપવામાં આવી છે. “પેપરલેસ ગવર્નન્સ” દ્વારા રાજ્યના રેકોર્ડ્સ અને ફાઇલોને સલામત રીતે જાળવી અને પારદર્શિતા વધારવામાં આવી છે.