WhatsAppની મોટી જીત: ઇઝરાયેલની કંપની NSO ગ્રુપને પેગાસસ સ્પાયવેરને દોષિત ઠેરવાઈ
મેટા-માલિકી ધરાવતા WhatsAppએ ઇઝરાયેલની કંપની NSO ગ્રુપ સામે મહત્વપૂર્ણ કાનૂની જીત મેળવી છે. કેલિફોર્નિયા, યુએસમાં ફેડરલ જજે NSO ગ્રુપને પેગાસસ સ્પાયવેર દ્વારા લગભગ 1,400 WhatsApp યૂઝર્સના ઉપકરણોને નિશાન બનાવવા માટે દોષિત ઠેરવી છે.
શું છે સમગ્ર મામલો?
2019માં NSO ગ્રૂપ પર દાવો માંડ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મે 2019માં કંપનીએ WhatsAppમાં બગનો ફાયદો ઉઠાવીને લગભગ 1,400 લોકોના ફોનને પેગાસસ સ્પાયવેરથી સંક્રમિત કર્યા હતા. આ લોકોમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને અસંતુષ્ટોનો સમાવેશ થતો હતો. આ સ્પાયવેરએ WhatsApp સર્વર પર ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો અને યૂઝર્સના ઉપકરણો પર જાસૂસી સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું, જેનાથી તેમની વાતચીત અને ડેટા પર નજર રાખવાનું શક્ય બન્યું.
કોર્ટનો ફેંસલો
શુક્રવારે, ઓકલેન્ડ, કેલિફોર્નિયા સ્થિત ડિસ્ટ્રિક્ટ જજ ફિલિસ હેમિલ્ટને વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં NSOને હેકિંગ અને કોન્ટ્રાક્ટના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે હવે આ કેસમાં માત્ર વળતરના પ્રશ્ન પર જ સુનાવણી થશે.
ઇઝરાયેલની કંપનીના વડા વિલ કેથકાર્ટે આ ફેંસલાને “ગોપનીયતા માટે મોટી જીત” ગણાવ્યો હતો. “અમે આ કેસને સાબિત કરવામાં પાંચ વર્ષ ગાળ્યા કારણ કે અમે માનીએ છીએ કે જાસૂસી કંપનીઓ તેમની ગેરકાયદેસર ક્રિયાઓ માટે જવાબદારીમાંથી છટકી શકતી નથી,” તેમણે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે ગેરકાયદેસર દેખરેખને સહન કરવામાં આવશે નહીં અને WhatsApp હંમેશા લોકોની ગોપનીયતાની સુરક્ષા માટે પ્રયત્નશીલ રહેશે.
ભારતમાં પણ કેસ ચાલી રહ્યો છે
ભારતમાં પેગાસસ અને WhatsApp વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે આ મામલો 2019થી સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ ગયા વર્ષે કેટલાક વિપક્ષી નેતાઓના ફોન પર Apple તરફથી મળેલા એલર્ટ બાદ ફરી ચર્ચામાં આવી હતી, પરંતુ હાલમાં ભારતમાં પેગાસસ કેસ સ્થગિત છે.