IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટના સમયમાં ફેરફાર, મેચ હવે 5 વાગ્યે શરૂ થશે
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે શરૂ થશે. આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો એટલે કે સવારે 4.30 વાગ્યે થશે.
વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ હતી અને શ્રેણી હવે 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારતીય બેટ્સમેનોએ એમસીજીની ઝડપી પીચ પર ઓસ્ટ્રેલિયન પેસ બેટરીનો સામનો કરવો પડશે. આ મેચમાં બંને ટીમો શ્રેણીમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈસ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહમદ, યશ દયાલ