Bima Sakhi Yojana : ‘બીમા સખી યોજના’ અંતર્ગત PM મોદી દ્વારા મહિલાઓ માટે વિશેષ સહાય: દર મહિને મળશે ₹7000!
LICની આ પહેલ ગ્રામીણ અને શહેરી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે
આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો
નવી દિલ્હી, બુધવાર
Bima Sakhi Yojana Online Registration: મહિલાઓને બીમા સખી યોજના દ્વારા આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણનો લાભ મળશે અને તેમને રોજગારીની નવી તકો પણ મળશે. LICની આ પહેલ ગ્રામીણ અને શહેરી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એટલે કે 9 ઓક્ટોબર 2024ના રોજ હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના જીવન વીમા નિગમ (LIC) દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. 18 થી 70 વર્ષની વયની 10મું ધોરણ પાસ મહિલાઓ સરકારી યોજનાનો ભાગ બની શકે છે.
યોજનાની માહિતી
વિશેષ તાલીમ અને સ્ટાઈપેન્ડ : આ યોજના હેઠળ મહિલાઓને નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવા માટે ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પછી મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે.
વૃદ્ધિની તકો: તાલીમ પછી, પાત્ર મહિલાઓને LICમાં વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે.
નિમણૂક પ્રમાણપત્ર : વડાપ્રધાન મોદી ભાવિ બીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રોનું વિતરણ કરશે.
અરજી કરવાની પાત્રતા
ઉંમર મર્યાદા : આ યોજના માટે, મહિલા ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 70 વર્ષની હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત : ઉમેદવારની ઓછામાં ઓછી 10મા ધોરણની લાયકાત હોવી જોઈએ.
અન્ય પ્રતિબંધો : હાલના LIC એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓ આ યોજના માટે પાત્ર રહેશે નહીં અને નિવૃત્ત કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.
કેટલું સ્ટાઈપેન્ડ મળશે?
પ્રથમ વર્ષમાં મહિલાઓને 48,000 રૂપિયાનું કમિશન મળશે અને 7,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે, જે શરતોને આધીન રહેશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું (Bima Sakhi Yojana Online Registration)
આ યોજનાની ઓનલાઈન અરજી 9 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવી છે.
આ માટે ઉમેદવારોએ LIC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે .
જ્યારે વેબસાઈટ ખુલશે ત્યારે તમારે ‘Click here for Bima Sakhi’ પર ક્લિક કરવાનું રહેશે.
હવે જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમારે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ પ્રૂફ જેવી તમામ જરૂરી માહિતી આપવી પડશે.
માહિતી ભર્યા પછી, કેપ્ચા કોડ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.