કુઆલાલમ્પુર : ભારતના કિદામ્બી શ્રીકાંતે મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે પીવી સિંધુ સીધી ગેમમાં હારી જતા ટુર્નામેન્ટની બહાર ફેંકાઇ ગઇ છે. ગત અઠવાડિયે ૧૭ મહિના પછી ઇન્ડિયા અોપન બડબલ્યુઍફ વર્લ્ડ ટૂર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચેલા શ્રીકાંતે થાઇલેન્ડના ખોસિત ફેતપરદાબને ૨૧-૧૧, ૨૧-૧૫થી હરાવ્યો હતો. હવે તેનો સામનો ચીનના ચોથા ક્રમાંકિત ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચેન લોંગ સાથે થશે.
શ્રીકાંત હવે આ બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર ૭૫૦ ટૂર્નામેન્ટમાં ઍકલો ભારતીય રહ્યો છે. પાંચમી ક્રમાંકિત સિંધુઍ કોરિયાની સુંગ ઝિ હ્યૂન સામે ૧૩-૧૦ની સરસાઇ મેળવી હોવા છતાં તે પછી રમત પરનો કાબુ ગુમાવી દેતા ૧૮-૨૧. ૭-૨૧થી ઍ મેચ હારી ગઇ હતી. કોરિયન ખેલાડી સામે આ તેનો ત્રીજા પરાજય રહ્યો હતો. સિંધુને આ ખેલાડીઍ જ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપ અને ૨૦૧૮ની હોંગકોંગ ઓપનમાં હરાવી હતી. આ સિવાય પ્રણવ જેરી ચોપડા અને ઍન સિક્કી રેડ્ડીની જાડી પણ મલેશિયાની તાન કિયાન મેંગ તેમજ લેઇ પેઇ ઝિંગ સામે ૨૧-૧૫, ૧૭-૨૧, ૧૩-૨૧થી હારીને આઉટ થઇ હતી.