ICMR : પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ: ભારતીય વૈજ્ઞાનિકો માટે અદ્યતન સંશોધન તકો
ICMR-પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ લાયક પીએચ.ડી./MD/MS ધારકો માટે અદ્યતન સંશોધન તકો પ્રદાન કરે છે, જેમાં દર મહિને ₹65,000 ફેલોશિપ અને વાર્ષિક ₹3,00,000 આકસ્મિક અનુદાન મળે
ફેલોશિપ માટે 30મી જૂન અને 31મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે, અને પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે
નવી દિલ્હી, મંગળવાર
ICMR : ICMR-પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ (ICMR-PDF) એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નવીન ચેપી અને બિન-સંચારી રોગો, પોષણ, અને પ્રજનન આરોગ્યના ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ ફેલોશિપ ભારતીય નાગરિક પીએચ.ડી./MD/MS ધારકો માટે વિશેષ સંશોધન તકો પૂરી પાડે છે. ICMR દરેક વર્ષે પચાસ (50) ફેલોશિપ્સ ઓફર કરે છે, જે ICMR સંસ્થાઓ/કેન્દ્રોમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે.
ફેલોશિપના હાઈલાઇટ્સ:
ફાયનાન્સિયલ લાભ:
દર મહિને ₹65,000 ફેલોશિપ અને HRA/NPA.
વાર્ષિક ₹3,00,000 આકસ્મિક અનુદાન.
25% અનુદાન મુસાફરી ખર્ચ માટે વાપરી શકાય છે.
કાર્યકાળ:
2 વર્ષનો કાર્યકાળ, વધુમાં વધુ 1 વર્ષ માટે વધારી શકાય છે.
પાત્રતા:
ભારતીય નાગરિક અને Ph.D./MD/MS પૂર્ણ કર્યાના 3 વર્ષની અંદરના ઉમેદવારો.
મહત્તમ વય મર્યાદા 32 વર્ષ, SC/ST/OBC અને મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ.
આવાસ સુવિધા:
ICMR સંસ્થાઓમાં ઉપલબ્ધતા મુજબ આવાસ, HRAની છૂટ.
તબીબી લાભ અને રજા ICMR નિયમ મુજબ મળશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને પ્રસ્તુત કરાયેલા સંશોધનના ગુણવત્તાના આધારે થશે.
ઈન્ટરવ્યુ ICMR હેડક્વાર્ટર, નવી દિલ્હીમાં યોજાશે.
અરજી પ્રક્રિયા:
અરજી ફોર્મ ICMRની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે.
અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને નીચેનાં સરનામે મોકલવી:
મહાનિર્દેશક, ICMR હેડક્વાર્ટર, અંસારી નગર, નવી દિલ્હી – 110029
ઈમેલ: [email protected]
અરજીની છેલ્લી તારીખ:
દર વર્ષે 30મી જૂન અને 31મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે.
ઉદ્દેશ:
આ ફેલોશિપનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક ક્ષમતા ઊભી કરવી અને ભારતીય સંશોધકોને વૈશ્વિક સ્તરે પ્રેરિત કરવા માટે પ્રાધાન્યના ક્ષેત્રોમાં ઉત્તમ સંશોધન કાર્યોમાં પ્રોત્સાહન આપવો છે.