આજે વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ પર વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ટ્રક ચાલક અને ક્લિનરનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ અકસ્માતમાં ટ્રક બ્રિજની પેરાફીટ તોડીને નીચે ખાબકી હતી. જેના કારણે કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બપોરે જીઆઇડીસી જવાના બ્રિજ ઉપરથી લોખંડના સળીયા ભરેલી ટ્રક અને સુરતથી વડોદરા તરફ જતી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઇ જતાં મોત નીપજ્યું હતું.
કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવા છતાં કારમાં બેઠેલા ત્રણેવ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. તેમાં બેઠેલા ત્રણેવને થોડી ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.