Prabhas: શૂટિંગ દરમિયાન પ્રભાસને ઈજા, ચાહકોની માફી સાથે જાપાન પ્રવાસ રદ્દ
Prabhas: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ ફૌજી (વર્કિંગ ટાઈટલ)ના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં તેમને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. આ કારણે, પ્રભાસને તેનું શૂટિંગ તેમજ 18 ડિસેમ્બરે જાપાનમાં યોજાનારી ફિલ્મ કલ્કી 2898 એડીની પ્રીમિયર ટુર કેન્સલ કરવી પડી હતી.
કેવી છે પ્રભાસની તબિયત?
હાલ પ્રભાસ આરામ કરી રહ્યો છે. તેણે એક નિવેદન જારી કરીને તેના ચાહકોની માફી માંગી અને કહ્યું, તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું ઘણા સમયથી જાપાન જવાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ શૂટિંગ દરમિયાન મારા પગની ઘૂંટીમાં મચકોડ આવવાને કારણે તે શક્ય બન્યું ન હતું.
પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડીનું જાપાન પ્રીમિયર
આ ફિલ્મ 3 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવાની છે. જોકે, તેનું પ્રીમિયર 18 ડિસેમ્બર 2024ના રોજ જાપાનમાં થવાનું હતું. પ્રભાસની ગેરહાજરીમાં ફિલ્મનું પ્રમોશન ડિરેક્ટર નાગ અશ્વિન અને અન્ય કલાકારો કરશે.
કલ્કી 2898 એડીનું રેકોર્ડ બ્રેકિંગ પરફોર્મન્સ
27 જૂન, 2024ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના દિવસે 95 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ તોડ્યો હતો. હિન્દી સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી.
પ્રભાસના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે અને તેને જાપાન પ્રવાસ પર જોવાની રાહ જોઈ રહ્યા છે.