Unjha APMC Election: 14 બેઠકો માટે તીવ્ર ટક્કર, દિગ્ગજ નેતાઓ વચ્ચે જૂથવાદે ઉપજાવ્યું રાજકીય તણાવ
ઉંઝા APMC ચૂંટણીમાં આ વખતે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે
14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે કટાકટીનો જંગ
મતગણતરી આગામી દિવસે APMC હોલમાં થશે, જ્યાં 1066 મતદારોની પસંદગી પરિણામરૂપ બનશે
ઊંઝા, સોમવાર
Unjha APMC Election: ઊંઝા APMC ચૂંટણીમાં આ વખતે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. 14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ છે. મતદાન શરૂ થવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું. રાજ્ય વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મહેસાણાના સાંસદે કર્યું મતદાન
ઉંઝા તાલુકાના સુણોક ગામના વતની અને મહેસાણા સાંસદ હરિ પટેલ પણ આજે મતદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં લોકોએ પોતાનો મત યોગ્ય પ્રતિનિધિ આપવો જોઈએ.
ડી.જે. પટેલ સસ્પેન્ડ
ભાજપના મહામંત્રી ડી.જે. પટેલે મંડળનું મેન્ડેટ ન મળતાં ઉમેદવારી આગળ રાખી હતી, જેના કારણે તેમને મુખ્ય મંત્રીપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જૂથવાદે તેજી પકડી
ચૂંટણીમાં મુખ્યત્વે ઉંઝા ધારાસભ્ય કિરીટ પટેલના જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ વચ્ચે તીવ્ર ટક્કર છે. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ આ ચૂંટણીમાં મેદાનમાં છે, જેના કારણે આ ઘટનાક્રમ વધુ રસપ્રદ બન્યો છે.
1066 મતદારો નક્કી કરશે ભાવિ
APMC સંકુલમાં ખેડૂત વિભાગના 261 અને વેપારી વિભાગના 805 મતદારો કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી આગામી દિવસે APMC હોલમાં થશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે 3 PI, 7 PSI અને 71 પોલીસ કર્મચારીઓ તૈનાત છે.ઊંઝા APMCની આ ચૂંટણી માત્ર સ્થાનિક જ નહીં, પણ રાજકીય ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ બની છે, જ્યાં ભાજપના બે જૂથો વચ્ચેનું ઘર્ષણ ભવિષ્ય માટે નવો સંકેત આપી શકે છે.