Gujarat: ગુજરાતના આ શહેરોમાં જોવા મળશે જૈમિની ઉલ્કાનો અદ્દભૂત નજારો, આ સમયે જોઈ શકાશે ઉલ્કા વર્ષા
Gujarat: દુનિયાભરના લોકોએ ઓકટોબર-નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભૂત આનંદ મેળવ્યો હતો ત્યારે વર્ષ-ર૦ર૪નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આજથી તા. ૧૬મી ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. તા. ૧૩ અને ૧૪ એમ બે દિવસ આકાશમાં ઉલ્કાવર્ષા આહલાદક જોઈ શકાશે. રાજ્યમાં જૈમીનીડસ ઉલ્કાવર્ષાનો આનંદ મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.
Gujarat જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, દુનિયાભરમાં દર વર્ષે ડિસેમ્બર માસમાં તા. ૭ મી થી ૧૬ સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકમાં ૧૦ થી પ૦ અને વધુમાં વધુ ૧ર૦ (એકસો વીસ) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દૃશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.
આથી ક્રમશઃ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે.
તા. ૧૩ અને ૧૪ બે દિવસ દક્ષિણ ગોળાર્ધમાંથી મધ્યરાત્રિ પછી પરોઢ સુધી ખૂબ જ સારી રીતે જેમીનીડીસ ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. જો કે તા. ૧૩, ૧૪ના રોજ અમદાવાદમાં સવારે પ કલાકે, રાજકોટમાં સવારે ૬ થી ૬:૩૦ કલાક વચ્ચે સુર્યાદય પહેલાં ઉલ્કાવર્ષા જોવા મળવાની છે. રાજ્યના લોકો તા. ૧૩ અને ૧૪ ના રોજ મધ્યરાત્રિ પછીથી વહેલી પરોઢ સુધી આહલાદક ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે