ઉનાળો આવતાની સાથે લોકો ગરમીથી અકળાવવા લાગ્યા છે. ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે નદી તળાવમાં ન્હાવા પડે છે. તો ક્યારેક આવી મજા સજા બની જાય છે. આવી જ એક ઘટના મોરબીમાં બની છે. જેમાં નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બે સગા ભાઇ ડૂબી ગયા હતા. જેના પગલે તેમનો મોત થયા હતા. બંને ભાઇઓના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે મોરબીની ઉંચી માડલ પાસે કારખાનામાં મજૂરી કામ કરતો પરિવાર રહે છે. તેમના બે બાળકો નવ વર્ષનો રાહુલ દિનાસેનભાઇ પરમાર અને 5 વર્ષનો દિપક દિનાસેનભાઇ પરમાર રમી રહ્યા હતા. પાસે વહેતી નર્મદા કેનાલની બાજુમાં રમતા હતા ત્યારે બંને અચાનક કેનાલમાં પડ્યા હતા. અને જેના પગલે બંને નર્મદાના પાણીમાં ડુબી ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની મદદથી બંને ભાઇના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પીએમ માટે ખસેડાયા હતા.